ગુજરાત સરકારે કયા 7500થી વધુ કર્મચારીઓના પગારમાં કર્યો 15000 સુધીનો ધરખમ વધારો? જાણો વિગત
રાજયના સાડા સાત હજાર અધ્યાપકોને તેનો લાભ મળશે. સરકાર પર રૂપિયા 400 કરોડનો બોજ પડશે નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, 1 જાન્યુઆરી, 2016થી સાતમા પગાર પંચનો અમલ થશે અને આ પગારથી અધ્યાપકોનો પગાર રૂપિયા 8 હજારથી 15 હજાર વધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધ્યાપક મંડળના પ્રતિનિધીઓની નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સાથે ત્રણ કલાક ચાલેલી બેઠક પછી અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની રાજ્ય સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકાર આગામી દિવસોમાં પરિપત્ર કરશે, પણ નવા પગારનો અમલ 1 જાન્યુઆરી, 2016થી થશે.
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની 356 ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોનું નવું વરસ સુધારી દીધું છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે. આ લાભ જાન્યુઆરી-2019ના ચૂકવાતા પગારમાં આપવાની નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -