ગુજરાતના કયા ધારાસભ્ય મોદી પર ‘ચોકીદાર હી ચોર હે’ ફિલ્મ બનાવશે? જાણો વિગત
પીએમ મોદી પર તૈયાર થનારી ફિલ્મ હવે નવો વિવાદ ઉભો કરશે. જિગ્નેશ મેવાણીએ લોકસભા ચૂંટણી પહેલાં જ ફિલ્મ રીલિઝ કરી દેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સુત્રો પ્રમાણે, નોટબંધી, જીએસટી અને મોદી શાસનમાં થયેલા કૌભાંડ અને પછાતવર્ગ પર થતાં અત્યાચાર ફિલ્મમાં આવરી લેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે હવે નવી રાજનીતિ શરૂ કરી દીધી છે. ડો. મનમોહન સિંઘ પર આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ના રીલિઝ પહેલાં જ વિવાદ શરૂ થઈ ગયો છે.
અમદાવાદ: બાયોપિક્સ બાદ હવે પોલિટિશન્સ પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકસભા ચૂંટણી-2019ને લઈ નેતાઓએ પણ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું છે. સુત્રો પ્રમાણે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી હવે પ્રોડ્યુસરની ભુમિકામાં જોવા મળશે. જિગ્નેશ મેવાણી પીએમ નરેન્દ્ર મોદી પર ‘ચોકીદાર હી ચોર હૈ’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -