ધરમપુરમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, ચાલકે કાબૂ ગુમાવતા 7ના મોત
ત્યારે રાત્રના લગભગ 9:30 વાગે કોરવડથી તામછડી વચ્ચે આવતા હાંડીઘાટના વણાંક પર જીપની લાઇટ અચાનક બંધ થઇ જતાં ચાલકે કાબૂ ગુમાવી દેતા જીપ એક ઘાટ પરથી બીજા ઘાટ ઉપર પલટી મારતા 7 લોકોના સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજયાં હતાં.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ધરમપુરના તામછડી ગામે રહેતા 11 જેટલા લોકો સોમવારે નાની કોરવડ ખાતે એક લગ્ન સમારંભમાં રિંગણ બટેટા સહિત શાકભાજીનો સામાન પહોંચાડવા ગયા હતાં.
રાત્રે 9:30 કલાકે પીકઅપ જીપ નં. જીજે.15.બીબી.0427માં પરત ફરી રહ્યા હતાં ત્યારે કોરવડ-તામછડી વચ્ચે હાંડી ઘાટના વણાંક પર જીપની લાઇટ બંધ થઇ જતાં ચાલકે કાબૂ ગુમાવતા જીપ પલટી મારતા 7 વ્યકિત દબાઇને મોતને ભેટી હતી.
ધરમપુર: આજકાલ અકસ્માતના અનેક બનાવો બને છે. ત્યારે ધરમપુરથી આશરે 25 કિમી દૂર આવેલા તમછડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. તમછડી ગામના 11 જેટલા વ્યક્તિઓ નાની કોરવડ ખાતે લગ્નમાં શાકભાજી આપી પરત તામછડી આવી રહ્યા હતાં.