મહેસાણાઃ ફૂવા બ્લુ ફિલ્મો બતાવી પરાણે બાંધતાં સંબંધ, ઘર છોડ્યું તો વૃદ્ધે ગુજાર્યો બળાત્કાર, જાણો પછી શું થયું?
આ અંગે પીડિતાએ અંતે ફોઇને ફરિયાદ કરતાં ઝઘડો થયો હતો. પરંતુ ફૂવાએ દુષ્કર્મ ચાલું રાખતા કંટાળેલી આ 22 વર્ષીય યુવતી ચાર દિવસ પહેલા ઘરેથી ભાગીને અમદાવાદ પહોંચી હતી. અહીં તે દિવસે ભીખ માગતી હતી અને રાત્રે પ્લેટફોર્મ પર જ સૂઈ જતી હતી. દરમિયાન તે ગુરુવારે ટ્રેનમાં બેસીને મહેસાણા આવી પહોંચી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, બાળપણમાં માતા-પિતાના મૃત્યુ પછી તે તેના મોટા મમ્મી સાથે રહેતી હતી. જોકે, બે વર્ષ પહેલાં તેઓ સળગી જતાં પીડિતાના ફોઇ તેને પોતાના ઘરે વલસાડ લઈ ગયા હતા. જ્યાં તેના પર તેના સગા ફૂવાએ દાનત બગાડી હતી. છેલ્લા ત્રણ મહિનાથી ફૂવા તેને પરાણે બ્લૂ ફિલ્મો બતાવી મુખમૈથુન કરાવતા હતા.
મહેસાણાઃ માતા-પિતા વિહોણી યુવતી પર સગા ફૂવાએ બ્લુ ફિલ્મ બતાવીને દુષ્કર્મ કર્યા બાદ ઘરેથી ભાગીને મહેસાણા પહોંચેલી યુવતી પર નાગલપુરના વૃદ્ધે બે-બે વાર બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. નાગલપુરથી ભાગી નીકળેલી પીડિતા રેલવે સ્ટેશને હતી, ત્યારે તેનો પીછો કરતાં ત્યાં આવી પહોંચેલા વૃદ્ધને રેલવે પોલીસે ઝડપી લેતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
નાગલપુર પહોંચેલી યુવતી નાહીને બેઠી હતી, ત્યારે વૃદ્ધે પોત પ્રકાશ્યું હતું અને યુવતી પર બે બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. હવસનો શિકાર બનેલી યુવતી લઘુશંકાના બહાને ઘરનો દરવાજો બહારથી બંધ કરી ત્યાંથી ભાગી ગઈ હતી અને રેલવે સ્ટેશને પહોંચી હતી. જોકે, વૃદ્ધ તેનો પીછો કરતો કરતો ત્યાં પણ આવી પહોંચ્યો હતો.
યુવતી જ્યાં બેઠી હતી, ત્યાં તે ગયો હતો અને યુવતી સાથે વાત કરી હતી. દરમિયાન તે પાણી લેવા જતાં યુવતીએ આસપાસમાં બેઠેલા મુસાફરો સાથે વૃદ્ધની હરકત અંગે વાત કરતાં આ મામલો રેલવે પોલીસમાં પહોંચ્યો હતો. આ પછી રેલવે પોલીસે વૃદ્ધથ જયંતિ પટેલની ધરપકડ કરી યુવતીના નિવેદનને આધએર બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી યુવતીને મેડિકલ માટે મોકલાઇ હતી.
ગુરુવારે સવારે યુવતી પ્લેટફોર્મ પર બાંકડા પર બેઠી હતી, ત્યારે નાગલપુરના જંયિત મોહનભાઈ પટેલ નામના વૃદ્ધ તેની પાસે આવ્યા હતા અને તેની સાથે વાતચીત કરી હતી. આથી યુવતીએ જમવા માટે પૈસાની માગણી કરી હતી. બીજી તરફ વૃદ્ધ દીકરીને જેમ રાખવાનું અને જમવાની લાલચ આપતી તેને પોતાના નાગલપુર સ્થિત ઘરે લઈ ગયા હતા.