બનાસકાંઠા: દાંતાના જંગલની ઘટના, નરભક્ષી માદા રીંછે 3ને ફાડી ખાધા
દરમિયાન આ સ્થળે દવ લાગ્યો હોવાથી વનકર્મચારીઓ પણ મંગળવારે ત્યાં પહોચ્યા હતા. જેઓ પણ રિંછની ઝપટમાં આવી ગયા હતા. જેમાં નવાવાસ રેંજ ફોરેસ્ટર રાયકણભાઇ પટણી ગૂમ થઇ ગયા હતા. જ્યારે વનકર્મી નવાવાસના ઉમરખાન બલોચ (ઉ.વ.55) અને ગંછેરાના નવાજી રબારી (ઉ.વ.40)ને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે દાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ગૂમ થયેલા વનકર્મી રાયકણભાઇ કાંનજીભાઇ પટણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ આંક ત્રણ થયો હતો.દરમિયાન બનાસકાંઠા વન વિભાગના 200 ઉપરાંત કર્મચારીઓ દ્વારા રિંછને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
દાંતા પંથકમાં હોળીના દિવસે રવિવારે અમીરગઢ તાલુકાના ખાપરાના ભીખાભાઇ ગલાભાઇ ભગોરા (ઉ.વ.35) વહેલી સવારે જંગલ વિસ્તારમાં ગયા હતા. જે મોડીસાંજ સુધી પાછા ન આવતાં તેમના પરિવારજનોએ શોધવાની તજવીજ કરી હતી. સોમવારે દાંતાના કાંસા ગામની સીમમાં જતાં ત્યાં માદા રિંછે ભીખાભાઇના મૃતદેહનું ભક્ષણ કરી રહેલી જોવા મળી હતી. જેણે અચાનક હુમલો કરી ખાપરાના ભાણાંભાઇ અંગારી(ઉ.વ.25)ને ફાડી નાંખતા તેમનું પણ મોત નિપજ્યું હતુ. જેમને બચાવવા ગયેલા કાળુભાઇ પરમાર તેમજ રામાભાઇ અંગારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જે પછી તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુર:દાંતા તાલુકાના કાંસા ગામ નજીક અંબાજી અભયારણ્યમાં નરભક્ષી રીંછે રવિવારથી મંગળવાર સુધીમાં આતંક મચાવતા ત્રણનાં મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્ત ચાર લોકો હોસ્પિટલમાં છે. રીંછને પકડવા 200 લોકો સાથે અભિયાન શરૂ કરાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -