બનાસકાંઠા: નપુંસક પતિથી છૂટાછેડા લેવા કોર્ટનો દરવાજો ખખડાવવો પરિણીતાને ભારે પડ્યો, જાણો કેમ
ચીમકીના પગલે પોલીસે પરિણીત યુવતીની અટકાયત કરી જામીન માટે થરાદ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી. પિતાને બચાવવા સમાજ સામે અલર્ટ લડનારી પરિણીત યુવતીના કોઇ જામીન ન થતાં આખરે તેને જેલમાં મોકલી દેવાના આદેશ કરાતાં આખરે પરણિત યુવતીને પોલીસે પાલનપુર જેલ હવાલે કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટિસ મળતાંની સાથે જ તેના સાસરિયા સમાજના શરણે જઈ સમાજ સામે ન્યાયની માંગ સાથે એકઠા કરવાનું આયોજન કરતાં પરિણીતાએ નાયબ કલેક્ટર સહિત પોલીસ સ્ટેશને લેખિતમાં રજૂઆત કરી કે સમાજ એકઠો થઈ મારા પિતાનો બહિષ્કાર કરી દંડ ફટકારે અને એક તરફી નિર્ણય લેતો અટકાવવામાં નહીં આવે તો મારે અને મારા પિતાને આપઘાત કરવાની ફરજ પડશે તેવી ચીમકી લેખિતમાં ઉચ્ચારી હતી.
થરાદના લોઢનાર ગામની યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા ભાચર ગામના ભાણજીભાઈ પટેલ સાથે થયા હતા. જોકે તેનો પતિ નપુંસક હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ છૂટાછેડા લેવા કોર્ટના દ્વાર ખખડાવતાં કોર્ટ દ્વારા તેના સાસરિયાઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
પાલનપુર: થરાદના ભાચરમાં પરણાવેલ યુવતીએ પતિ નપુંસક હોવાના આક્ષેપ સાથે છૂટાછેડા લેવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા ત્યાર બાદ તેના સાસરીયા દ્વારા સમાજના આગેવાનોને ભેગા કરી યુવતીના પિતાનો બહિષ્કાર કરવાનું આયોજન સામે યુવતીએ લેખિત રજૂઆત કરી આપઘાતની ચીમકી આપતાં પોલીસે તેની અટકાયત કરી મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરતાં જામીન ન આપતાં તેને જેલમાં મોકલી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -