Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ બનશે સિક્સ લેન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
આ ઉપરાંત રાજકોટમાં નવો આકાર પામનારો રિંગ રોડ 81 કિલોમીટર લાંબો હશે. આ રિંગ રોડ રાજકોટની આસપાસ આવેલા 29 ગામમાંથી પસાર થશે. આ રિંગ રોડ બનતા જ શહેર તરફ આવતો ટ્રાફિક બારોબાર ડાયવર્ટ કરી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ રાજકોટથી જેતપુરનો હાઈવે ફોર લેન છે પરંતુ ત્યાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે. વાહન ચાલકોનો સમય અને શક્તિ વ્યર્થ જાય છે. જેના કારણે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તે આ હાઈવેનો 65 કિમીનો માર્ગ હવે સિક્સ લેન કરવામાં આવશે. ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે. આ ઓવરબ્રિજ અને સિક્સલેનનો સંયુક્ત ખર્ચ અંદાજીત 200 કરોડ થવાની સંભાવના છે.
રાજકોટ: રાજકોટવાસીઓ માટે રોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે રૂ.1200 કરોડના ખર્ચે 800થી 1000 પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં સ્થાપવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ હવે રાજકોટ-જેતપુર ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -