તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે લોક રક્ષક દળની પરીક્ષા પૂર્ણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jan 2019 07:44 AM (IST)
1
લોક રક્ષકનું પેપર લીક થયા બાદ ફરી પરીક્ષા આપવા માટે રાજ્ય સરકારે બસની સુવિધા પૂરી પાડી હતી. જેમાં ઉમેદવારો હોલ ટિકિટ બતાવી એસટી બસમાં મુસાફરી કરી હતી. જેને લઇને એસટી વિભાગે ઉમેદવારોને એડવાન્સ બૂકિંગ કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
2
લોકરક્ષકની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે તંત્ર સજ્જ થયું હતું. પરિક્ષા કેન્દ્રો બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરિક્ષા કેન્દ્રના 200મીટર વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટર પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.
3
ગાંધીનગર: લોક રક્ષક દળની પરીક્ષા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજ્યના તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. 7.15 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. લોક રક્ષક દળની પરીક્ષામાં પોલીસ અને.એસ.ટી વિભાગની સરાહનીય કામગીરી જોવા મળી હતી.