ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ શું કરી મોટી જાહેરાત, જાણો
અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પ્રભારી ગોપાલ રાયની ગુજરાતના તમામ ક્ષેત્રોના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પંજાબ અને ગોવાના પરિણામ બાદ લાંબી ચર્ચા બાદ આપ ચૂંટણી લડે કે કેમ તે અંગે પ્રશ્નો હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે વિધાનસભામાં અમે જીતી શકીએ એમ છીએ ત્યાં અમે મજબૂતાઈથી લડીશું. ચૂંટણી માટે પ્રદેશ સમિતિ નક્કી કરી છે. અધ્યક્ષ તરીકે પ્રોફેસર કિશોર દેસાઈ કન્વીનર તરીકે રહેશે રાજેશ પટેલ સેક્રેટરી રહેશે.
જે.જે.મેવાડા અર્જુન રાઠવા અને ભીમા ચૌધરી ઉપાધ્યક્ષ રહેશે. કનું કલસરિયા પ્રચારક તરીકે ભૂમિકામાં રહેશે. આમ આદમી પાર્ટીનો 17 તારીખે અમદાવાદમાં રોડ શો યોજાશે.
ગુજરાતમાં આવનારી વિધાનસભામાં આમ આદમી પાર્ટી મજબૂતાઈ સાથે ચૂંટણી લડશે. 3 તબક્કાં નક્કી કરવામાં આવ્યા છે. સક્ષમ ઉમેદવાર ભ્રષ્ટાચાર મુક્ત,નોન ક્રિમિનલ, વિધાનસભા ક્ષેત્રોના બુથ પર એક ઇન્ચાર્જની નિયુક્તિ. વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર ફંડ તૈયાર કરવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -