બારડોલીઃ પ્રેમલગ્ન પછી પતિ સાથે પિયર રહેતી યુવતીએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ? જાણો

માતા-પિતાએ આવો ટોણો મારતાં યુવતીને લાગી આવ્યું હતું અને ગુરુવારે રાતે પંદર દિવસની પુત્રીને મૂકી ગળેફાંસો લગાવી દીધો હતો. જોકે, પરિવારજનો જોઇ જતાં તેને તાત્કાલિક નીચે ઉતારી હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેની સારવાર ચાલું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે.
બારડોલીઃ તાલુકાના વાઘેચ ગામમાં રહેતી 23 વર્ષીય યુવતી પ્રેમલગ્ન કર્યા પછી પિયરમાં જ રહેતી હતી. દરમિયાન આ યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. વાઘેચ ગામના મંદિર ફળિયામાં રહેતી યુવતીએ ગામના જ યુવક સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ પણ યુવતીના પરિવાર સાથે જ રહેતો હતો. પંદરેક દિવસ પહેલા યુવતીએ એક બાળકીને જન્મ પણ આપ્યો હતો.
ત્રણ દિવસ પહેલા પતિ ગામમાં બેસવા માટે ગયો હતો અને મોડી રાતે પરત ફર્યા પછી તેણે પત્ની સાથે ઝઘડો થયો હતો. આ પછી યુવતીને તેના માતા-પિતા સાથે પણ ઝઘડો થતાં માતા-પિતાએ તેં તારી મરજીથી જ પ્રેમલગ્ન કર્યા હતા. તારા પતિને પણ ઘરજમાઇ રાખ્યો છે. તું જતી રહે.