આઈબીના રિપોર્ટ પ્રમાણે અત્યારે ચૂંટણી થાય તો ભાજપ કોંગ્રેસને કેટલી બેઠકો મળે, બન્નેના પગ તળેથી સરકી ગઈ જમીન
આ સર્વેમાં કોંગ્રેસ માટે સારા સમાચાર એ દેખાઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસમાંથી 12 ધારાસભ્યો છેડો ફાડી ભાજપમાં જવા છતાં કોંગ્રેસની બેઠકોમાં વધારો થઈ રહ્યો છે, તે સુચક બાબત છે. આઈબી અધિકારીઓએ ભાજપ સરકાર સામેની નારાજગી જાણવાનો પ્રયત્ન કર્યો તેમાં મુખ્ય ચાર મુદ્દા સામે આવ્યા છે. જેમાં નોટબંધી અન જીએસટીના કારણે ધંધાઓ ઉપર અસર, પાટીદારોને અનામત મળી નથી તે ઉપરાંત ખેડુતો અને યુવાનો નારાજ છે.
આ સર્વે અનુસાર 182 બેઠકો પૈકી 154 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું છે. જ્યારે આઈબીના સર્વે અનુસાર 28 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે અને આ બેઠકમાં જો વધારે બેઠક મેળવશે તેનું પલડું ભારી રહે તેવી શક્યતા છે. આ બેઠકો પર ભાજપની સ્થિતિ કફોડી થઈ શકે છે કારણ કે આ 28 પૈકી 20 બેઠકો ઉપર પાટીદારો મતદારોની બહુમતી છે અને હાલમાં પાટીદારો ભાજપથી નારાજ છે માટે પહેલાની તુલનામાં આ વખતે પાટીદારોના મત ભાજપને ઓછા મળવાની પૂરેપૂરી સંભાવના છે.
ભાજપે આગામી 2017ની ચૂંટણીમાં 150 બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે જ્યારે કોંગ્રેસ 125 બેઠકો મળવાનો દાવો કર્યો છે, પણ આઈબીના અહેવાલ અનુસાર જો હાલમાં ગુજરાતમાં ચૂંટણી તાય તો ભાજપને 69 બેઠકો મળે અને કોંગ્રેસને 75 બેઠકો મળી શકે તેમ છે. આ બન્નેમાંથી કોઈ પક્ષમને સીધી રીતે બહુમતી મળતી દેખાતી નથી. ત્યારે અપક્ષ ઉમેદવારોને 10 બેઠક મળે તેવી શક્યતા દર્શાવાવમાં આવી છે. જેના કારણે સરકાર બનાવવામાં અપક્ષની ભૂમિકા મહત્ત્વની સાબિત થઈ શકે તેમ છે.
તાજતરના આઈબના સર્વે અનુસાર 182 બેઠકો ઉપર કરવામાં આવેલ સર્વેમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી કોઈપણ પક્ષને સીધી રીતે બહુમતી મળતી દેખાતી નથી. જ્યારે અપક્ષ આ વખતે બે અંકમાં બેઠક મેળવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ રહ્યા છે. ત્યારે બન્ને પક્ષો ચૂંટણીને લઈને સક્રિયા થઈ ગયા છે. 31 ઓગસ્ટે એબીપી ન્યૂઝ દ્વારા ઓપિનિયન પોલ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ભાજપને 150 કરતાં પણ વધુ બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ જોઈને ભાજપના નેતાઓ પણ ગેલમાં આવી ગયા છે જો કે સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ઇન્ટેલીજન્સ બ્યૂરો દ્વારા પણ એક સર્વે કરવામાં આવ્યો છે જેના આંકડા જોઈને ભાજપ અને કોંગ્રેસ બન્નેની ઉંઘ હરામ થઈ શકે એમ છે.