ભાજપમાં ડખો કરનારા પ્રભાતસિંહની ચોથી પત્નિ રંગેશ્વરી છે 41 વર્ષ નાની, પુત્ર પ્રવિણસિંહે શું કહ્યું ?

પ્રવિણસિંહે પોતાના પિતા સામે પસ્તાળ પાડતા જણાવ્યું કે અમે તેમને પિતા માનતા જ નથી ને અમે બધાં તેમનાથી ત્રાસી ગયાં છીએ. વિનાશકાળે તેમની બુદ્ધિ વિપરિત બની છે. તેમને પોતાની ઉંમરનો મલાજો નથી. 78 વર્ષની તેમની ઉંમર છે તે રંગેશ્વરી તેમની ચોથી પત્ની છે.
રંગેશ્વરી ચૌહાણ ઘોઘંબા તાલુકા પંચાયતનાં પ્રમુખ છે જ્યારે સુમનબેન ચૌહાણ પંચમહાલ જિલ્લા પંચાયતમાં સભ્ય છે. પ્રભાતસિંહને પાંચ પુત્ર છે ને તેમાંથી સુમનબેનના પતિ પ્રવિણસિંહ બીજા નંબરના છે. પ્રવિણસિંહ બુટલેગર તરીકે કુખ્યાત છે ને પહેલાં ચૂંટણી હારી ચૂક્યા છે.
ગોધરાઃ ભાજપ માટે કાલોલ બેઠક માથાનો દુખાવો બની ગઈ છે અને ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે કરેલાં નાટકના કારણે આ મુદ્દો આખા ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. ખાસ કરીને પ્રભાતસિંહ ચૌહાણના પરિવારનાં સભ્યોને લઈને ભારે ચર્ચા ચાલી છે અને ચૌહાણની પત્નિ કોણ ને પુત્રવધૂ કોણ એ સવાલ પૂછાવા લાગ્યો છે.
પ્રભાતસિંહ ચૌહાણની વય હાલમાં 76 વર્ષ છે જ્યારે રંગેશ્વરી ચૌહાણની વય માત્ર 35 વર્ષ છે જ્યારે બીજી તરફ તેમનાં પૂત્રવધૂ સુમનબેનની વય 50 વર્ષ છે. આમ પુત્રવધુ પોતાનાં સાસુ કરતાં 15 વર્ષ નાની છે. રંગેશ્વરી ચોહાણ સત્તાવાર રીતે પોતાનું નામ રંગેશ્વરી વસાવા લખાવે છે.
આ સવાલ પૂછાય છે તેનું કારણ એ છે કે, પ્રભાતસિંહનાં પત્નિ એકદમ યુવાન લાગે છે જ્યારે તેમનાં પુત્રવધૂ પ્રૌઢા લાગે છે. તેનું કારણ એ છે કે પ્રભાતસિંહનાં આ ચોથાં લગ્ન છે ને તેમનાં જે પત્નિને કારણે વિવાદ થયો છે તે રંગેશ્વરી ચૌહાણ તેમના કરતાં 41 વર્ષ નાનાં છે.