પત્નીને અન્ય સાથે સેક્સ સંબંધથી દીકરી જન્મી હોવાની પતિને થઈ હતી શંકા, જાણો શું આવ્યો અંજામ?
મૃતક અંજલીનો એક માત્ર ભાઇ આયુષ પણ 6 વર્ષની વયે ત્રણ ચાર માસ પહેલાં મૃત્યુ પામ્યો હતો જેને સાપ કે અન્ય જીવજંતુ કરડી જતા મોત થયું હતું તેવું તેના કાકાએ જણાવ્યું હતું. જોકે હવે તેના મૃત્યુ અંગે પણ શંકા ઉભી થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે જ દીકરીની હત્યા કરી નાખી હોવાની કબુલાત પત્ની ભગવતીબેનની હાજરીમાં કરી લેતાં તેની સામે પત્નીની ફરીયાદ મુજબ બાલીસણા પોલીસ મથકે ઇપીકો કલમ 302 અને જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધીને વધુ પુછપરછ હાથ ધરી હતી. દીકરી તેની ન હોવાની શંકા વહેમના લીધે જ આ કૃત્ય કર્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું જેમાં પોલીસે પણ આ દીશામાં પુછપરછ હાથ ધરી હતી.
પાટણ: પાટણના બાલીસણા ગામે 10 વર્ષિય બાળકી સ્કૂલ ડ્રેસમાં સજ્જ થઈને સ્કુલે જવા નિકળ્યા બાદ ગામની સીમમાં પગદંડી જેવા રસ્તે ધારીયા વડે ગળું કાપી નાખી કરપીણ હત્યા કરી દેવાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી. જ્યારે પોલીસે તપાસ હાથ ધરતાં તેના પિતાએ જ વહેમને લઇ દીકરીની હત્યા કરી દીધી હોવાનું રહસ્ય બહાર લાવી દીધું હતું.
બાદમાં પોલીસે મૃતકના માતા અને પિતા અને અન્ય સ્વજનોના નિવેદનો લઇ પૂછપરછ કરતા આખરે બાળકીનો પિતા રમેશ ઠાકોર ભાંગી પડ્યો હતો.
હત્યામાં વપરાયેલ ધારીયુ પણ બાજુમાં જ ઝાખરા વચ્ચે પડ્યું હતું. ઘટનાને પગલે પોલીસ અધિક્ષક અશ્વિન ચૌહાણ, મદદનીશ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા પણ દોડી ગયા હતા અને એલસીબી એસઓજી બાલીસણા પોલીસ સ્ટેશન સ્ટાફ અને મહિલા પોલીસ સહીત સ્થળ પર દોડી જોઈ તપાસ હાથ ધરી હતી.
પાટણ તાલુકાના બાલીસણા ગામે ઉગમણાવાસમાં રહેતા રમેશજી લક્ષ્મણજી ઠાકોરની દીકરી અંજલી (10) રોજની જેમ શુક્રવારે સવારે 10 વાગે સવારે સ્કુલે જવા નિકળી હતી પણ થોડીવારમાં તેનો પિતા રમેશજી પોલીસ સ્ટેશને દોડી જઈ તેની દીકરીને કોઇ ત્રણેશ શખ્સો ઉપાડી જઈ ટીંડેશ્વર મહાદેવ અને હનુમાન મંદીરે જવાના પગદંડી પર ઉંચા ટેકરા પર ધારીયા વડે મારી નાખી હોવાની જાણ કરતાં પોલીસ તરત દોડી ગઈ હતી. જેમાં સ્કૂલ ડ્રેસમાં સજ્જ બાળકી લોહી લુહાણ હાલતમાં ગળું કાપેલી હાલતમાં પડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -