બેન્કોમાં ચાલતી ગેરરીતિ પકડવા ACBનું રાજ્યવ્યાપી બેંકોમાં સરપ્રાઈઝ ચેકિંગ, જાણો ક્યા નંબર પર ફોન કરશો
નોટોબદલાવવા, પૈસા ઉપાડવાને લઇને બેન્કમાં ચાલતી ગેરરીતિ અંગે કોઇ વ્યકિત એસીબીને ફોન કરશે તો તેનું નામ અને ઓળખ ગુપ્ત રખાશે. જેથી કોઇ પણ વ્યકિત સંકોચ કે ડર રાખ્યા વગર ફોન કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેથી ગ્રાહકોને બેન્ક દ્વારા હેરાનગતિ ભોગવવી પડી રહી છે. વાતને ગંભીરતાથી લઇને એસીબી દ્વારા 3 દિવસથી બેન્કોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું. જો કે બેન્કના અધિકારીઓને એસીબીના સરપ્રાઈઝ ચેકીંગની જાણ થઇ જતા તેઓ હરકતમાં આવી ગયા હતા જેથી એકપણ ગેરરીતિનો કિસ્સો પકડાયો નથી. જેના કારણે બેન્કમાં ચાલતી ગેર રિતીનો એક પણ કિસ્સો પકડાયો નથી. જેથી કેશવકુમારે ગુજરાતના લોકોને અપીલ કરી છે કે જો તમે કોઇ પણ બેન્કમાં જાવ અને ત્યાં જો ગેર રિતી થતી જણાય તો એસીબીના ટોલ ફ્રી નંબર(1064) ઉપર ફોન કરવો.
એસીબીના સ્પેશિયલ ડાયરેકટર કેશવકુમારે આ અંગે માહિતી આપતા કહ્યું કે, 500 અને 1000ની નોટો બંધ થતા જૂની નોટો બદલવાની સંપૂર્ણ કામગીરી બેન્કો કરી રહી છે. જ્યારે હાલમાં એટીએમ અને ખાતામાંથી પૈસા ઉપાડવા માટે લીમીટ બાંધી દેવાઇ છે. જેનો કેટલીક બેન્કના અધિકારીઓ-કર્મચારીઓ દૂર ઉપયોગ કરીને ગ્રાહકોને પૈસા નહીં ચૂકવીને બારોબાર કાળા બજારીયાઓને કે લાગતા વળગતાને પૈસા ચૂકવી રહ્યા છે. તેમજ જૂની નોટો મોટાપ્રમાણમાં બદલી રહી છે.
અમદાવાદઃ નોડબંધી બાદ બેંકોમાં ચાલગતી ગેરરીતિને ડામવા માટે એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો) સક્રિય થઈ છે. 3 દિવસ સુધી ગુજરાતની બેન્કોમાં સર્ચ કર્યા પછી એસીબીએ લોકોને અપીલ કરી છે કે જો બેન્કની ગેરરીતિ ધ્યાન ઉપર આવે તો એસીબીના ટોલ ફ્રી નંબર(1064) ઉપર ફોન કરો. સાબિત થશે તો બેન્ક સામે પગલાં લેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -