પાટણના પ્રોફેસર ને સુરત નોકરી કરતાં મહિલા સાથે કારમાં હતાં ને નડ્યો અકસ્માત, જાણો વિગત
મૃતક વિપુલભાઇ પ્રજાપતિ પાટણની એમ.એન. કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને મધુબેન સુરતના કૃષિ યુનિ. વિભાગમાં નોકરી કરતા હતા.પીએસઆઇ કે.એસ ચૌધરીના કહેવા પ્રમાણે, મધુબહેને વિપુલભાઇને ધર્મના ભાઇ બનાવ્યા હોવાથી અંબાજી ખાતે કોઇ ધાર્મિક કાર્ય માટે જઇ રહ્યા હતા. તેમની વચ્ચે પારિવારીક સંબંધો હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંબાજીઃ અંબાજી પાસે કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં પાટણના પ્રોફેસર અને સુરત કૃષિ વિભાગમાં નોકરી કરતા એક મહિલાનું મોત થયું હતું. આ ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંન્નેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બંન્નેની લાશને ખાનગી વાહનમાં અંબાજી કોટેજ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. 108ની ટીમે કારમાંથી લેપટોપ, રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ મૃતકના પરિવારજનોને સોંપી દીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, દાંતા-અંબાજી હાઇવે માર્ગ પર શનિવારે બપોરે બાર વાગ્યાની આસપાસ જીજે-24-એએ-1788 નંબરની કાર અને અંબાજીથી મહેસાણા જતી બહુચરાજી ડેપોની બસ નં. જીજે-18-ઝેડ-1295 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસની ટક્કર એટલી જોરદાર હતી કે,કારનો ખુરદો બોલી ગયો હતો અને કારમાં સવાર પાટણ નિવાસી 42 વર્ષીય વિપુલ પોપટલાલ પ્રજાપતિ અને સુરતના કૃષિ વિભાગમાં નોકરી કરતા મધુબેન સંજયભાઇ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતુ. મધુબેન ઉંઝાના મુક્તુપુરના રહેવાસી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -