છોટાઉદેપુરઃ લગ્નના આગલા દિવસે જ દુલ્હનની જેમ સજી યુવતીએ પ્રેમી સાથે શું કર્યું, જોઈને તમે પણ ચોંકી જશો, જાણો વિગત
તેના બદલે હવે તેની અર્થિને કાંધ આપવાનો વખત આવ્યો હતો. યુવતીના પરિવારજનો ખુશી મનાવવાને બદલે શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાથમાં લગ્નની મહેંદી મુકાવી લગ્નની બંગડીઓ પહેરી યુવતીએ પ્રેમી સાથે અનંતની વાટ પકડી લીધી હતી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ તરફ યુવતીના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેમનાં પગ તળેથી ધરતી ખસી ગઈ હતી. કારણ કે યુવતીએ ગળાફાંસો ખાદ્યો તેના બીજા દિવસે તો ઘર આંગણે યુવતીના જાન આવવાની હતી.
યુવતીનાં લગ્ન લેવાતાં તેના ઘરે લગ્નમંડપ પણ બંધાયા હતા. હાથે મહેંદી પણ મૂકાવી લીધી હતી. પરંતુ આ લગ્ન તેને મંજૂર ન હોય માંડવે લગ્નની જાન આવે તે પહેલાં જ તે યુવતીએ પોતાના પ્રેમી સાથે આગલી રાત્રે આંબાના ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ બન્નેએ પ્રેમી પંખીડાએ જાણે જન્મોજનમનાં કોલ પૂરા કર્યાં હતા.
કપાસના ખેતરમાં આવેલા આંબાના ઝાડ ઉપર લટકતી બન્નેની લાશ ગામ લોકોએ જોઈ જતાં લોક ટોળા ઉમટ્યા હતા. જોકે મરનાર કપલ પ્રેમી યુગલ હોવાનું બહાર આવ્યું હતું. મરનાર યુવતી રાજનગર ગામની હતી અને તેના મામાએ તોરણીયા ગામમાં જ તેણીના લગ્ન લીધા હતા.
છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાના તોરણીયા ગામની સીમમાં પ્રેમી પંખીડાઓ ઝાડ ઉપર દોરડા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રેમી સાથે આત્મહત્યા કરનાર યુવતીના અન્ય યુવક સાથે લગ્ન લેવાયા હતા અને તેના ઘર આંગણે આજે જાન પણ આવવાની હતી.
પ્રાથમિક વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા તોરણીયા ગામની સીમમાં વહેલી સવારે યુવક-યુવતીના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં આંબાના ઝાડ ઉપરથી મળી આવ્યો હતો. જે જોઈને સ્થાનિક લોકો પણ ચોંકી ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -