ડિસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 2 બાળકો સહિત 5ના મોત, 2 ઈજાગ્રસ્ત
ડિસા: ડીસા-ભીલડી નેશનલ હાઇવે પર આખોલ ઓવરબ્રિજ નજીક રવિવારે મોડી રાત્રે પાલનપુર તરફ જતી ઇન્ડિકા કાર ટ્રક પાછળ ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 2 બાળકો સહિત 5 વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં. જ્યારે 2 વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલનપુરમાં રહેતા આસિફ ભાઈ મેમણ પરિવાર સાથે થરામાં રહેતા તેમના સંબંધીને ત્યાં ગયા હતા..અને પરત ફરતા સમયે માલગઢ નજીક આગળ જઈ રહેલી ટ્રકની પાછળ તેમની કાર ઘુસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે મૃતકોનું પંચનામુ કરી ડીસા સેવાભાવી મનુભાવી આસનાની દ્વારા લાશોને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી.
ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક બંદોબસ્ત જાળવ્યો હતો. અકસ્માત બાદ પાલનપુરથી ભારે મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતાં.
જેમાં બે નાના બાળકો, 1 મહિલા સહિત 5ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે બેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -