સટ્ટાબજારના મતે ગુજરાતમાં ભાજપ જીતશે, જાણો કેટલી બેઠકો મળવાનો અંદાજ ? કોંગ્રેસ-ભાજપનો શું છે ભાવ?
બુકીઓનું કહેવુ છે કે, ગુજરાતની ચૂંટણીને લઈને લોકો સટ્ટો લગાવવામાં ભારે રસ દાખવી રહ્યા છે. સટ્ટાબજારનું માનવુ છે કે આવતા દિવસોમાં હજારો કરોડનો સટ્ટો ચૂંટણી પર લાગશે. ચૂંટણી દરમિયાન સટ્ટાબજાર ઘણુ સક્રીય રહેતુ હોય છે. ક્રિકેટના મેચો દરમિયાન ગુજરાતના બુકીઓ ભારે સક્રીય રહેતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલબત્ત સટ્ટાબજારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસની જીતની શક્યતા વધારે છે પણ સટ્ટાબજાર એવી વાતો ચલાવે તો લોકો કોંગ્રેસ પર વધારે દાવ લગાવે અને સટોડિયાઓએ રડવું પડે તેથી જાણી જોઈને ભાજપની વધારે બેઠકો બતાવીને લોકોને ભાજપ પર દાવ લગાવવા ઉશ્કેરવામાં આવે છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ સટ્ટાબજારમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. સટ્ટાબજારમાં અત્યારે ભાજપને હોટ ફેવરીટ માનવામાં આવે છે. ગુજરાતમાં બુકીઓ સટ્ટો રમવામાં વ્યસ્ત છે. તેઓ ફોન અને લેપટોપ થકી પોતાની ગુપ્ત ઓફિસોમાંથી કામ કરી રહ્યા છે.
સટ્ટાબજારનું અનુમાન છે કે આ ચૂંટણીમાં ભાજપને 102થી 105 બેઠકો મળશે. તો કોંગ્રેસને 62થી 66 બેઠકો મળવાની સંભાવના છે. સટ્ટાબજારમા ભાજપના પક્ષમાં 65થી 70 રૂપિયાનો ભાવ ચાલે છે જ્યારે કોંગ્રેસના ભાવ હાલમાં 100 રૂપિયા છે. માનવામાં આવે છે કે, જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાવ પણ વધશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -