જીગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધી સાથે કરી ચર્ચા, કેટલા મુદ્દાઓ પર રાહુલા ગાંધી દર્શાવી સહમતી, જાણો વિગતે
મેવાણીએ રજૂ કરેલી દલિતો માટેની 17 માંગણીઓ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આમાંથી 90 ટકા માગણીઓ તો રાજ્ય સરકારના અધિકારી હેઠળની છે. જો સરકાર ઈચ્છે તો તે પૂરી કરી શકાય તેમ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેવાણીએ જણાવ્યું કે, અમે રાહુલ ગાંધીને રજૂઆત કરી છે કે દલિતોના મુદ્દે ફક્ત અમને નહીં પરંતુ દલિતો માટે કામ કરતા રાજ્યના અન્ય સંગઠનોને પણ સાંભળવામાં આવે. રાહુલે અંગે હા ભણી છે.
મેવાણીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ આપેલી હૈયાધારણાથી રાજ્યના 47 લાખ દલિત મતદારોને રાહત થશે અને આગામી ચૂંટણીમાં કોને મત આપવો અંગે પણ સમજ પડશે.
મેવાણીએ જણાવ્યું કે, રાહુલ સાથે ચાલેલી બેઠક દરમિયાન અમે દલિત સમાજ વતી એવી કોઈ ખાતરી નથી આપી કે દલિતોના મત કોંગ્રેસજ મળશે. તેમ છતાં રાહુલ ગાંધીએ અમારા પ્રશ્નોને ગંભીરતાથી સાંભળ્યા હતા અને કોંગ્રેસની સરકાર બને તો તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી પરંતુ માટે કોંગ્રેસને મત આપવો પડશે તેવી કોઈ વાત ઉચ્ચારી હતી.
આ અંગે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, છેલ્લા 22 વર્ષમાં રાજ્યનાં દલિતો પર અસંખ્ય અત્યાચાર થયા છે. પરંતુ જ્યારે પણ કોઈ દલિત સંગઠન, નેતા કે સંસ્થાએ ન્યાય માંગવા માટે ભાજપની સરકારના જવાબદાર મંત્રી કે અધિકારી પાસે સમય માંગ્યો છે ત્યારે જવાબમાં ફક્ત નિરાશા સાંપડી છે. પરંતુ કોંગ્રેસે ફક્ત 22 કલાકમાં મળવાનો સમય આપીને સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસને દલિતોની દરકાર છે. મેવાણીએ જણાવ્યું હતું કે તે કોઈ પક્ષમાં નહીં જોડાય.
નવસારી: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુજરાતના દલિતોના નેતા તરીકે ઊભરી આવેલા જીગ્નેશ મેવાણી વચ્ચે નવસારી ખાતે શુક્રવારના રોજ મુલાકાત યોજાઈ હતી. નવસારીના ઈટાળવાનાં બી. આર. ફાર્મ ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યના દલિત સમાજનાં 17 પ્રશ્નોને લઈને મેવાણીએ રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી હતી. જેને રાહુલે ધ્યાનપૂર્વક સાંભળીને જો કોંગ્રેસની સરકાર બનશે તો તમામ પ્રશ્નોનું સમાધાન કરવાની ખાતરી ઉચ્ચારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -