અમરેલીઃ 4 વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરનાર નરાધમનું મુંડન કરાવી પોલીસે કાઢ્યું સરઘસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Mar 2018 02:45 PM (IST)
1
આ ફરિયાદને આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આધેડ આરોપીને પકડી પાડ્યો હતો. એટલું જ નહીં આધેડનું મુંડન કરાવીને આખા ગામમાં ફેરવ્યો હતો. આધેડને જોવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
2
અમરેલીઃ લાઠીમાં માસીના ઘરે આવેલી 4 વર્ષની બાળા પર બળાત્કારનો આધેડે પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમને પકડી પાડ્યો હતો અને માથે મુંડન કરી સરઘસ કાઢ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આધેડ પર ફિટકાર વરસાવ્યો હતો.
3
આ અંગેની વિગતો એવી છે કે, બાબરા તાલુકાના ખાખરીયાની ચાર વર્ષીય બાળકી તેના માસીના ઘરે આવી હતી. દરમિયાન 45 વર્ષીય આ આધેડે બાળકી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેની માતાને ખબર પડી જતાં તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.
4
5