પટેલ યુવતી પર એસિડ ફેંકનારો શાહનવાઝ હિન્દુ બની મંદિરે જતો, જુઓ શીતલ સાથેની અંગત પળોની તસવીરો
આ બનાવ બાદ આ બહેનોના ભાઈ શાહનવાઝે ઝેરી દવા ગટગટાવી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પૂર્વે તેણે પોતાના શરીરે બ્લેડ મારી પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે પ્રેમિકાને પામવા સ્વામીનારાયણ ધર્મ પણ થોડો સમય પાળ્યો હતો અને મંદિરે પણ જતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહનવાઝની સગી બે મુસ્લિમ બહેનોના રહસ્યમય મોતના ચાર માસ બાદ પણ ચીખલી પોલીસ રહસ્ય ઉકેલી શકી નથી. એ દરમિયાન ભાઈ દ્વારાએ નવસારીમાં યુવતી પર એસિડ ફેંકતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. બંને બહેનોના રહસ્યમય મોતમાં કોઈક નજીકના વ્યક્તિની ભૂમિકા શંકાસ્પદ હોવાની આશંકા સેવાઈ રહી હતી.
નવસારીમાં આર.સી. હોસ્પિટલ રોડ પરની એસએસ અગ્રવાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી 24 વર્ષીય શીતલ સોમવારે સવારે 8 વાગ્યે નવસારી બસ સ્ટેન્ડ પાસે વાહનની રાહ જોઈને ઊભી હતી ત્યારે શાહનવાઝ ખલીફાએ અત્યંત જ્વલનશીલ એસિડ શીતલ પર છાંટતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.
આ ઉપરાંત શાહનવાઝની જીંદગીની બીજી પણ ઘણી બાબતો સામે આવી છે. ચીખલી તાલુકાના ખુડવેલ ગામના ખલીફા ફળિયાના સઈદભાઈ હુસેનભાઈ ખલીફાના પુત્ર શાહનવાઝને બે બહેનો શાહિનબાનુ (ઉ.વ. 17) અને સાહિસ્તાબાનુ (ઉ.વ 16) હતી. ગયા વરસે બંનેનાં રહસ્યમય રીતે મોત થયાં હતાં.
શાહિન અને સાહિસ્તા 9 સપ્ટેમ્બર, 2016 ને શુક્રવારે ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. બીજા દિવસે વહેલી સવારે ખુડવેલ નજીકના કલિયારી ઘોલાર ગામની સીમમાં ખરેરા નદીના ચેકડેમમાંથી નાની બહેનની લાશ મળી હતી. બીજા દિવસે મોટી બહેનની લાશ મળી આવી હતી. ખરેરા નદીના કિનારેથી ચંપલ પણ મળી આવી હતી.
શાહનવાઝ ખલીફા શીતલ પર એસિડથી હુમલો કરી નવસારીથી પાછો પોતાના વતન ખુડવેલ જતો રહ્યો હતો. પછી પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેને ઝડપી લીધો હતો. ઝડપાયા પછી શાહનવાઝ ખલિફાએ શીતલ સાથેના તેના ફોટા પોલીસને બતાવ્યા અને આ તસવીરો બંનેની નિકટતા સાબિત કરનારા છે.
નવસારીઃ નવસારીની અગ્રવાલ કોલેજની એન્જીનિયરીંગની વિધાર્થીની શીતલ પટેલ પર મુસ્લિમ યુવકે એસિડ એટેક કર્યો તે ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ હુમલો કરનારો શાહનવાઝ ખલિફા એમબીએ છે અને શીતલના પ્રેમમાં એ હદે પાગલ હતો કે હિન્દુઓની જેમ મંદિરે જતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો પણ પાળતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -