✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

......બાકી બાવાને જંગલમાં શું કામ હોય? જૂનાગઢમાં સિંહદર્શન મુદ્દે મોરારીબાપુએ કર્યો શું રસપ્રદ ખુલાસો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Oct 2017 10:33 AM (IST)
1

અધિકારીએ વધુમાં જણાવ્યું, “ત્યાર પછી બાપુએ વેહિકલમાં પબ્લિક રોડથી પરિક્રમા કરવાનું નક્કી કર્યું. આ રોડ લોકો માટે સવારે 6થી સાંજે 6 સુધી ખુલ્લો રહે છે. આ અંગે હું હજુ તપાસ હાથ ધરી રહ્યો છું. જો કોઈ દોષી હશે તો તેની સામે જરૂર પગલા ભરવામાં આવશે.”

2

ગીરનુ અભયારણ્ય 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે બંધ રહે છે. આમ છતાંય વનવિભાગના અધઇકારીઓએ મોરારી બાપુ અને બીજી દસ વ્યક્તિ માટે 8 અને 9 ઓક્ટોબરના રોજ સિંહને ટ્રેક કર્યો હતો. આ ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા હતા. મિરર સાથે વાતચીત કરતા ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (જુનાગઢ) એસ.કે મહેતાએ જણાવ્યું, “આ ફોટા જોતા લાગે છે કે મોરારી બાપુએ ગિરનારની પરિક્રમા કરતી વખતે વચ્ચે હોલ્ટ લીધો હતો. તેના માટે તેમને પરવાનગી આપવામાં આવી હતી. બાપુએ લીલી પરિક્રમા એટલે કે પગપાળા પરિક્રમા કરવાની પરવાનગી માંગી હતી પરંતુ તેમની ઉંમર જોતા તેમને આ પરવાનગી અપાઈ નહતી. તેમાં ઘણું ચાલવુ પડે છે.”

3

ઉલ્લેખનીયછે કે, પોરબંદરના એક વકીલે જાણીતા કથાકાર મોરારી બાપુ અને કેટલાંક વનવિભાગ અધિકારીઓ સામે પ્રતિબંધ છતાંય બાપુ માટે સિંહ જોવાની વ્યવસ્થા કરવા માટે કાયદાકીય પગલા ભરવાની માંગ કરી છે. વકીલ ભાનુ ઓડેદરાએ જણાવ્યું, “મેં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (CCF) સમક્ષ આ લોકો સામે પગલા ભરવાની માંગ કરી છે.”

4

પુ. મોરારીબાપુએ જણાવ્યું કે, તમારે અમારી વાત ઉપર ભરોસો રાખવો જોઇએ. આ અંગે આરએફઓ શ્રી ટીલાળાએ જણાવ્યું કે, સ્વચ્છ ગીરનાર અભિયાન અંતર્ગત યાત્રા યોજાઇ હતી. જેમાં પુ. મોરારીબાપુ પણ જોડાયા હતા અને વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગીરનાર અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

5

જુનાગઢઃ પુ. મોરારીબાપુએ ગેરકાયદે સિંહદર્શન કર્યા અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવતા આ અંગે પુ.મોરારીબાપુએ જુનાગઢ ખાતે આજે સાંજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે રામકથાની પોથીયાત્રા લઇને જંગલમાં વન વિભાગની પુર્વ મંજૂરી લઇને ગયા હતા. જયાં જંગલી પ્રાણીઓ જોવા મળ્યા હતા. બાકી બાવાને જંગલમાં શું કામ હોય?

  • હોમ
  • ગુજરાત
  • ......બાકી બાવાને જંગલમાં શું કામ હોય? જૂનાગઢમાં સિંહદર્શન મુદ્દે મોરારીબાપુએ કર્યો શું રસપ્રદ ખુલાસો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.