પાટીદાર આંદોલન દરમિયાન પિતા-પુત્રના મોત મામલે કોણે PSI સામે દાખલ કર્યું સોગંદનામું, જાણો વિગત
આ કેસમાં અગાઉ સિદ્ધાર્થની બહેને પણ જુબાની આપી હતી. જેમાં પણ પોલીસ ફાયરિંગમાં જ ભાઇ અને પિતાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
પાટીદાર અનામત આંદોલન મુદ્દે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલી બાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી હતી તે માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જ જવાબદાર હોવાનો મુદ્દો ઉઠાવી કોર્ટમાં ફરિયાદ થઇ હતી. જેમાં જતિન પટેલ નામના સાક્ષીએ જુબાની આપતા જણાવ્યું હતું કે, રામોલના પીએસઆઇ પારગીની ગોળી મારી નજર સામે સિદ્ધાર્થને વાગી હતી અને તેનું મોત થયું હતું.
ત્યારે જ રાત્રે પીએસઆઇ પારગીએ ગોળી છોડી હતી જે સિદ્ધાર્થને વાગી હતી અને તેને સંજીવની હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
હરેશભાઇ મહેતા નામની વ્યક્તિએ મેટ્રોકોર્ટમાં પોલીસ કમિશનર સહિત પાંચ સામે આઇપીસીની કલમ 166, 203, 204, 323, 324, 325, ૧૨૦ બી સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી હતી. જેમાં જતિન પ્રવિણભાઇ પટેલ નામના સાક્ષીએ જુબાની આપતા કોર્ટને જણાવ્યું હતું કે, 25 ઓગષ્ટ 2015ની રાત્રે 8 વાગ્યે મેં ટીવીમાં મે જોયું હતું કે, પોલીસે જીએમડીસી ગ્રાઉન્ડ પર લોકોને ફટકારી દમન ગુજાર્યું હતું.
અમદાવાદઃ પાટીદાર આંદોલન દરમિયાન થયેલા પોલીસ દમન મામલે પાસ નેતા દિલીપ સાબવા અને જતીન પટેલે સોગંદનામું દાખલ કર્યું છે. સરકાર દ્વારા રચવામાં આવેલ .કે.એ. પૂંજ તપાસ પંચમાં વસ્ત્રાલમાં 25 ઓગસ્ટ 2015ના રોજ પિતા-પુત્ર એવા ગિરીશભાઈ અને સિદ્ધાર્થના મોત બદલ પીએસઆઇ પારગી અને એ.સી.પી. નંદાસણા વિરુદ્ધ સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામામાં ડીજીપી શિવાનંદ ઝાનો પણ ઉલ્લેખ કર્યો છે.