ગુજરાતના LPG ઉપભોક્તાને પડ્યો મોટો ફટકો, સરકારે રદ કરી વેટ સબસિડી, 63 લાખ ઉપભોક્તાને અસર
અમદાવાદઃ ગુજરાત સરકારે રાંધણગેસ વપરાશકર્તાઓને મોટો ઝાટકો આપ્યો છે. ગુજરાત સરતારે એલજીપી પર આપવામાં આવતી સ્ટેટ સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગુજરાતના 63 લાખ ગ્રાહકોને અસર થશે. ગુજરાત સરકાર દરેક સિલિન્ડર પર 5 ટકા સબસિડી આપતી હતી જે હવે બંધ થશે જેના કારણે દર સિલિન્ડરે હવે 23.87 જેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે. જીએસટી લાગુ થયા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે જુલાઈથી આવનારા નવા સિલિન્ડર પર સબસિડી આપવામાં નહીં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ 5 ટકા વેટ સરકાર ભોગવતી હતી તેના બદલે હવે જીએસટીનો 5 ટકાનો બોજો ગ્રાહકો પર નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે હવે 63 લાખ ગ્રાહકોને આપવાની થતી 5 ટકાની સબસિડીની રાજ્ય સરકારને બચત થશે. દર મહિને સરકારના 15 કરોડ બચી જશે અને તેનો બોજો ગુજરાતના 63 લાખ ગ્રાહકો પર આવશે.
જુલાઈ મહિનાની વાત કરીએ તો સિલિન્ડરની કિંમત રૂપિયા 477.50ની આસપાત હતી. તેમાં 5 ટકા જીએસટી 23.87નો સમાવેશ થઈ જાય છે. જો 5 ટકા વેટ અમલમાં હોત તો ગ્રાહકે સિલિન્ડરના રૂ. 453.63 ચૂકવવાના થાત. જો કે, જીએસટીના કારણે હવે બોજો ગ્રાહકે ભોગવવાનો રહેશે.
રાજ્યપાલે હુકમ કર્યો હતો કે, રાજ્ય સરકારે 1લી જુલાઈથી માલ અને સેવાકરના કાયદાનો અમલ કરેલો હોવાથી એલપીજી પર વેટ જેટલી રકમ સબસિડી આપવાની યોજના માટેનો સપ્ટેમ્બર, 2014થી બહાર પાડવામાં આવેલો ઠરાવ 1 જુલાઈ, 2017થી રદ કરવામાં આવે છે. બાબતે નાયબ સચિવ અમૃત પટેલે સરકારને લેખિતમાં જાણકારી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -