MP બાદ હવે ગુજરાતમાં પણ યોજાશે નર્મદા યાત્રા? જાણો શું છે સરકારની તૈયારી
મધ્યપ્રદેશમાં જયારે યાત્રાનું સમાપન થશે એ પછી ગુજરાતમાં યાત્રા યોજાશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નર્મદા યાત્રાનું સમાપન થયું એ પછી મુખ્યપ્રધાન રૂપાણીએ સીએમઓને ડેડિયાપાડાથી યાત્રા યોજવાની તૈયારી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યપ્રધાન કાર્યાલય(સીએમઓ)ના સૂત્રોના કહેવા પ્રમાણે, ગત ડિસેમ્બર મહિનામાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના આમંત્રણને સ્વીકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમરકંટક ગયા હતા. જયાંથી ચૌહાણે ૩૫૦૦ કિમીની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. એ પ્રસંગે જ રૂપાણીએ સંકેત આપ્યો હતો કે, ગુજરાતમાં આવી યાત્રા યોજવામાં આવશે.
મુખ્યપ્રધાન પણ હવે મધ્યપ્રદેશની સરહદથી ગુજરાતમાં નર્મદા નદી પ્રવેશે છે ત્યાંથી ભાડભૂત સુધીની નર્મદા તથા ભરૂચ જિલ્લાને આવરી લેતી યાત્રા યોજવા વિચારી રહ્યા છે.
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને આદિવાસીઓને જમીન, જંગલ પર વિશેષ અધિકારો આપતા 'પેસા' એકટના અમલને લાગુ કરાયો તે અંગે જાગૃતિ લાવવા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આદિવાસી યાત્રા યોજી હતી.
અમદાવાદઃ એમપીમાં શિવરાજસિંહ ચૌહાણ દ્વારા યોજાયેલી નર્મદા સેવા યાત્રાની જેમ જ ગુજરાતમાં પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નર્માદા સેવા યાત્રા યોજવાની તૈયારી શરી કરૂ છે. પર્યાવરણની જાળવણી અને ગંગા શુદ્ઘિકરણની જેમ નર્મદા નદીની સ્વચ્છતા તથા તેના કિનારા વિસ્તારમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા હેતુથી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ૩૫૦૦ કિ.મી. લાંબી નર્મદા યાત્રાનું આયોજન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -