ધોરણ 10નું પરિણામ જાહેર, વિદ્યાર્થીનીઓએ બાજી મારી, સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ
આ વખતે ગુજરાતી માધ્યમના પાસ થનાર ઉમેદવારની ટકાવારી વધી છે. આ વખતે ગયા વર્ષના 52.54 ટકાની સાતે કુલ 65.93 ટકા ગુજરાતી માધ્યમાં વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 92.72 ટકા વિદ્યાર્થીઓઓ ઉતીર્ણ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાનું સૌથી વધારે 79.27 ટકા પરિણામ આવ્યું છે જ્યારે નર્માદા જિલ્લો 46.90 ટકા સાથે છેલ્લા સ્થાન પર છે. ગયા વર્ષની તુલનામાં આ વખતે 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા વધી છે. ગયા વર્ષના 421ની સામે આ વખતે કુલ 451 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.
આ પરીક્ષા સમગ્ર રાજ્યનાં 876 કેન્દ્રોમાં લેવામાં આવેલ. જેમાં રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્ર 97.47 ટકા મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે સાબરકાંઠા જિલ્લાનું લાંબડિયા કેન્દ્ર 10.50 ટકા સાથે છેલ્લા સ્થાને રહેલ છે. આ વખતે ધોરણ 10માં વિદ્યર્થીઓની સામે વિદ્યાર્થીનીઓ બાજી મારી ગઈ છે. વિદ્યાર્થીનીઓનું કુલ પરિણામ 73.33 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થોની પાસ થવાની ટકાવારી 64.69 ટકા છે.
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેરા કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી ધોરણ-10ની પરીક્ષા માટે રેકોર્ડબ્રેક 11.02 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વહેલી જ સવારે બોર્ડની વેબસાઈટ http://www.gseb.org/ પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે મળી જાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -