મહેસાણામાં ભાજપ સમર્થકોએ કાઢી રેલી, દિનેશ બાંભણિયા વિશે નીતિન પટેલે શું કહ્યું, જાણો વિગતે
અનામત આંદોલન અંગે જણાવ્યું કે, આંદોલન વખતે 150 રેલી ગુજરાતમાં નીકળી હતી. સમાજની લાગણી લોકશાહીથી તમે રજૂ કરતાં હોવ તો રોકવાનું સરકારનું કારણ ન હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે કોંગ્રેસની એંઠી લોલીપોપ ખાવા ગયા રાત્રે 2 વાગે કોંગ્રેસ ભવને. નાયબ મુખ્યમંત્રીએ હાર્દિક પટેલનું નામ લીધા વિના શક્તિસિંહના ડીએનએવાળા નિવેદન અંગે કહ્યું કે, સરદાર પટેલનું નામ ના વટાવો.
મહેસાણામાં શનિવારે બપોરે રેલી બાદ સાંજે ચાઈના ગાર્ડનમાં યોજાયેલી સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હી ગયેલા દિનેશ બાંભણિયા સહિત પાસના નેતાઓને આડે હાથ લેતાં જણાવ્યું કે, કોંગ્રેસે કહીં દીધું ગરજ હોય તો દિલ્હી આવો, દિલ્હી ગયા બધાં હરખપદુડા થઇને. જ્યારે હું બોલાવું તો ના આવે, લોલીપોપ આપી એવું કહેતા. રોજ લોલીપોપ ન ભાવે.
આ રેલી મોઢેરા ચોકડી પર સરદાર પટેલની પ્રતિમા પાસે રોકાઈ હતી. જ્યાં પાટીદાર આગેવાનોએ જય સરદાર, જય પાટીદારના નારા સાથે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યાં હતા. રેલી પાલાવાસણા રોડ પર આવેલા ચાઇના ગાર્ડનમાં સભામાં ફેરવાઇ હતી.
આ રેલી મહેસાણા બાયપાસથી નીકળીને શહેરના 24 કિલોમીટર વિસ્તારમાં ફરી હતી. જ્યારે રાધનપુર રોડ પર સાંઈક્રિષ્ના હોસ્પિટલ પાસે વિરોધના ડર વચ્ચે પોલીસે 7 પાટીદાર યુવકોને ડિટેઇન પણ કર્યા હતા. જેમને રેલી બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. મહેસાણા બેઠક પર નીતિન પટેલના નામની જાહેરાતના બીજા દિવસે જ શનિવારે ભાજપ સમર્પિત પાટીદાર સંકલન સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસાણા: પાટીદાર અનામત આંદોલનના બે વર્ષ બાદ સૌપ્રથમવાર મહેસાણામાં મોઢેરા અને રાધનપુર રોડ સહિતના વિસ્તારોમાં ભાજપ સમર્પિત પાટીદારો દ્વારા મોદી-ભાજપ ઝિંદાબાદના નારા લગાવાતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સમર્થનમાં ભાજપ સમર્પિત પાટીદાર સંકલન સમિતિ દ્વારા શનિવારે બપોરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાઈક રેલી યોજવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -