સુરેન્દ્રનગરમાં આ ડેપ્યુટી કલેક્ટર 4 લાખ રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો, જાણો વિગત
ડેપ્યુટી કલેક્ટરે જમીનનું કામ કરવા માટે રૂપિયા 4 લાખની માંગણી કરી હતી. બંને વચ્ચે પૈસા ઓછા કરવા માટે લાંબી ચર્ચાઓ પણ ચાલી હતી. ત્યાર બાદ રૂપિયા 4 લાખ જ ફિક્સ કરવામાં આવ્યા હતાં. સોદા મુજબ રૂપિયા 27 હજાર ફરિયાદીએ અગાઉ આપ્યા હતા અને બાકીના પૈસા મંગળવારે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં રહેતા દીપકભાઇ પટેલની પાટડી, ઓડુ, શેડલા, ફતેપુર અને સુરેલમાં જમીન આવેલી છે. આ જમીનના મૂળ માલીકોએ જમીન શરતભંગના કેસો કર્યાં હોવાથી તેમની તરફેણમાં ચૂકાદો આપવા પાટડી નાયબ કલેક્ટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિએ રૂપિયા 4 લાખની લાંચ માંગી હતી. તેથી દીપકભાઈએ એસીબીને જાણ કરી હતી.
આ બંને અધિકારીઓ સામે લાંચ રૂશ્વત ધારા ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી પાસે કામ કરાવવા માટે અધિકારોએ તેનો ઉપયોગ કરવામાં કંઈ જ કસર છોડી ન હતી. પૈસાની ડીલ તો પાક્કી જ હતી. તેમ છતાં નાયબ કલેક્ટરે અમદાવાદ ખાતે રહેતા તેમના બેનને ત્યાં ફરિયાદીને એસી ફિટ કરવાનું પણ કીધું હતું. ડીસીએ વોટસઅપમાં કરેલા એડ્રેસ સહીતનાં પુરાવા પણ ફરિયાદીએ રજૂ કર્યા હતા.
જેના કારણે અમદાવાદ એસીબીએ બન્ને અધિકારીને ફોન કરી મંગળવારે સાંજે પાટડી પ્રાંત કચેરીમાં જ નાણાં આપવાની વાત થઈ હતી. આ સમયે ટ્રેપના સ્થળે એસીબીની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન પાટડી નાયબ કલેક્ટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિ રૂપિયા 3.73 લાખ લેતાની સાથે જ એસીબીની ટીમ ત્રાટકતા બન્ને અધિકારીઓના હોશ ઉડી ગયા હતા અને બન્ને અધિકારીઓ એસીબીની ટ્રેપમાં ફસાઈ ગયા હતાં.
અમદાવાદમાં રહેતા દીપકભાઇ પટેલની સુરેલ, ઓડુ, શેડલા, ફતેપુર અને પાટડીમાં આવેલી જમીનના ચાલતા કેસોમાં તરફેણમાં ચૂકાદો આપવા બન્નેએ લાંચ માંગી હતી. પાટડી પ્રાંત કચેરીમાં જ એસીબીએ ગોઠવેલા છટકામાં બન્ને અધિકારી રંગેહાથે લાંચ લેતાં ઝડપાઇ ગયા હતા. જ્યાં સૌ કોઈ અધિકારીઓ ચોંકી ગયા હતાં.
સુરેન્દ્રનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાય સમથી લાંચ લેતા હોય તેવા અધિકારીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ત્યારે પાટડી નાયબ કલેક્ટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિ રૂપિયા 4 લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. આ સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -