પાણી પીધા બાદ હાર્દિક પટેલે રૂપાણી સરકારને શું આપી ચીમકી?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી વિગતો અનુસાર, હાર્દિક પટેલે ગુરુવારથી પાણીનો ત્યાગ કર્યો હતો પરંતુ સાધુ સંતોની સમજાવટ બાદ હાર્દિક પટેલ આજે પાણી પીવા તૈયાર થયો હતો અને એસપી સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. હાર્દિકને ડોક્ટરોએ પાણી લેવાની વારંવાર સલાહ આપી હતી. આજે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાર્દિકની મુલાકાત લઇ શકે છે. ઉપવાસ પર ઉતર્યો ત્યારના પ્રથમ દિવસે હાર્દિકનું વજન 78 કિલો આસપાસ હતું. પરંતુ દિવસો વિતવાની સાથે તેના વજનમાં સાત કિલોનો ઘટાડો થયો છે.
હાર્દિકને પાણી પીવડાવ્યા બાદ એસપી સ્વામીએ જણાવ્યું હતું કે, હાર્દિકે સાધુ સંતો અને પાટીદાર સાથીઓની વિનંતી બાદ પાણી પીધું પરંતુ તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકાર તેની માંગણીઓ સ્વીકારશે નહી ત્યાં સુધી અન્નનો એક પણ ટૂકડો મોંમા મુકશે નહીં.
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે આઠમો દિવસ છે. ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની માંગણીને લઇને હાર્દિક પટેલ છેલ્લા આઠ દિવસથી ઉપવાસ બેઠો છે. આઠ દિવસમાં હાર્દિક પટેલના વજનમાં સાત કિલોનો ઘટાડો થયો છે. જોકે, આજે હાર્દિક પટેલને ગઢડાના એસપી સ્વામીએ પાણી પીવડાવ્યું હતું. હાર્દિક પટેલે બે દિવસથી પાણીનો ત્યાગ કર્યો હતો પરંતુ બે દિવસ બાદ તેણે પાણી પીધું હતું. જોકે, હાર્દિકે નિશ્વય કર્યો હતો તેણે પાણી પીધું છે પરંતુ સરકાર તેની માંગ સ્વીકારશે નહી ત્યાં સુધી તે અન્નનો એક પણ દાણો ખાશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -