રાજ્યમાં ચોમાસું સક્રિય, આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં 23 જૂન સુધીમાં 53 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જ્યારે મહિસાગર તથા દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.
અત્યાર સુધીમાં રાજ્યમાં તમામ જિલ્લામાં વરસાદની પધરામણી થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ સુરતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નવસારીમાં 4 ઇંચ, ઉંમરગામ, વાપી અને કામરેજમાં 4 ઇંચ નોંધાયો હતો, સુરતના 28 તાલુકામાં 2થી 5 ઇંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે અને કયારેક ભારે ઝાપટું થવાની પણ વકી છે. બીજી તરફ, વરસાદને કારણે તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઘટી 32.7 ડિગ્રી પર પહોંચી ગયું હતું. તેથી લોકોને ગરમીથી રાહત મળી છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. રાજકોટમાં વરસાદે ધીમી બેટિંગ કરી હતી. શનિવારે સાંબેલાધાર વરસાદ ખાબક્યા બાદ મંગળવારે 24 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો ભાવનગર, જુનાગઢ તથા અમરેલીમાં હળવા ઝાપડા પડ્યા હતા.
હવામાન ખાતાની આગાહી અનુસાર, રાજ્યમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 4થી 6 જુલાઇ દરમિયાન સુરત, વલસાડ, નવસારી, દીવ-દમણ, ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકી વરસી શકે છે.
અમદાવાદઃ રાજ્યમાં નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યું છે. જેથી વિવિધ વિસ્તારમાં મેઘમહેર થઇ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હાલ દક્ષિણ પાકિસ્તાન પર સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જે કચ્છ અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનને અસર કરે છે. ઉપરાંત, વરસાદ લાવે તેવી લોકલ સિસ્ટમ પણ એક્ટિવેટ થઇ છે. જેના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
બીજી બાજુ અમદાવાદમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. સોમ-મંગળવારે વરસાદી વાદળો બંધાયા હતા, ત્યારબાદ બપોર બાદ હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે અમદાવાદથી મુંબઇ આવતી-જતી ફ્લાઇટ મોડી થઇ હતી. તમામ ફ્લાઇટો એકથી દોઢ કલાક મોડી થતા પ્રવાસીઓમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -