ઠાકોર સેનામાં કેમ થયો ભંગાણ, જાણો કેટલા લોકો ભાજપમાં જોડાયા?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યક્રમમાં ભાજપનાં આગેવાનો રાયચંદજી ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, રમેશજી ઠાકોર, પ્રભાતસિહ ઠાકોર, રણજીતસિંહ ઠાકોર, મોહનજી ઠાકોર સહિતનાં આગેવાનોએ હાજર રહીને નવા કાર્યકરોને આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કલોલ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજનાં મતોની સંખ્યા નિર્ણાયક છે.
ગાંધીનગર જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાનાં ખજાનચી આનંદજી ઠાકોર, કલોલ શેહર ક્ષત્રિય ઠાકોર સેનાનાં પ્રમુખ ધવલજી ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સેનાનાં યુવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાનાર આ યુવાનોએ અલ્પેશ ઠાકોરનાં કોંગ્રેસ સાથેનાં જોડાણનો એક સુરે વિરોધ નોંધાવ્યો હતો.
અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયેલા ઠાકોર સમાજનાં યુવાનો અલ્પેશ પટેલનો પડ્યો બોલ જીલવા તૈયાર રહેતા હતા. ગાંધીનગર જિલ્લામાં હવે માહોલ બદલાઇ રહ્યો છે. ગુરૂવારે કલોલનાં રામનગર પાસે સ્થાનિક ભાજપનાં આગેવાન બળદેવજી અંબારામ ઠાકોરનાં ફાર્મ હાઉસમાં યોજાયેલા ભાજપનાં કાર્યક્રમમાં 250 જેટલા ઠાકોર સમાજનાં યુવાનોએ કેસરીયો ધારણ કરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
ગાંધીનગર: વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરીને ઠાકોર સમાજમાં પકડ જમાવનાર અલ્પેશ ઠાકોરે જિલ્લાઓ તથા તાલુકે તાલુકે હોદેદારોની વરણી કરી હતી અને સમાજનાં હિત માટે કામ કરવાની ખાતરી આપી રાજકીય પક્ષમાં ન જોડાવાનો દાવો કર્યો હતો. પરંતુ અલ્પેશ કોંગ્રેસમાં જોડાઇ જતા ક્ષત્રિય ઠાકોર સેનામાં ભંગાણ પડવાનું શરૂ થઇ ગયુ છે. ત્યારે કલોલનાં ક્ષત્રિય ઠાકોર સેનાનાં હોદેદાર તથા 250 જેટલા ઠાકોર સમાજનાં યુવાનોએ ભાજપમાં જોડાઇને અલ્પેશ સાથેથી છેડો ફાડી નાંખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -