અલ્પેશ ઠાકોર રૂપાણીના ઘર જઈને ઢોલ વગાડશે, જાણો શું છે કારણ?
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે જો યોગ્ય પગલાં નહી ભરાય તો અમો ઢોલ સાથે દારૂના અડ્ડાઓ પર રેડ કરીશુ તે આગમી અમારી રણનીતિ છે. પૂર સહાયથી વંચિત ખેડુતોને ન્યાય અપાવવા અમો રજુઆતો કરીશુ.
શિક્ષણ પર ભાર મુકતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, બાળકોને શિક્ષણ આપો. ખેડુતોના ન્યાય માટે અમો હરહમેશ લડીશુ. આગામી આવનારી તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીઓમાં રણનીતી સાથે લડીશુ અને જીત હાંસલ કરીશુ. આ સમારોહમાં થરાદ કોગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી સહીત આગેવાનો અને ઠાકોર સેનાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં અલ્પેશ ઠાકોરે સભા સંબોધતાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂનુ વેચાણ થઈ રહ્યુ છે. જે અંગે સરકાર સમક્ષ અમો રજુઆત કરીશુ.
સમારોહમાં કોગ્રેસમાં નવા ચુંટાયેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, બેચરાજીના ધારસભ્ય ભરતજી ઠાકોર અને થરાદ સીટ પર ચુંટણી લડેલા ડી.ડી.રાજપુત સહીત ઉપસ્થિત રહ્યા હતા.
થરાદઃ થરાદ તાલુકાના ઘોડાસર ગામે ઠાકોર સમાજ આયોજીત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના કોગ્રેસ પાર્ટીમાં વિજયી બનેલા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં નવા ચુંટાયેલા ઠાકોર સમાજના ધારાસભ્યો સહીત બહોળી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને જનમેદની ઉપસ્થિત રહી હતી. આ સમારોહમાં આગામી સમયમાં ખેડુતોની સમસ્યાઓ સહીત દારૂબંધી સહીતની રણનીતીઓ અપનાવાની હાંકલ કરાઈ હતી.