ભાજપની સરકાર આવી એટલે બુટલેગરો ભાજપમાં જોડાયા: કોંગ્રેસના કયા MLAએ ભાજપ સામે આક્ષેપો કર્યા, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર ધારાસભ્ય નહોતા બન્યા તે પહેલા પણ ભાજપ સરકાર સામે ઘણીવાર પ્રહારો કરી ચૂક્યા છે અને આંદોલન પણ કરી ચૂક્યા છે. જ્યારે જ્યાં દારૂ બની રહ્યો છે ત્યાં રેડ પણ પાડી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના ગામડાઓના રામજી મંદિરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટૂંક સમયમાં જ ઢોલ, નગારા, શંખ જેવા વિવિધ સામગ્રીની કીટ આપવામાં આવાની છે આ અંગેની પ્રતિક્રિયા આપતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, શું મંદિરો ઉપર ફક્ત બીજેપીનો જ કબ્જો છે ભગવાન ઉપર કોઈનો કબ્જો ન હોઈ શકે.
આ સમારંભમાં રાધનપુર ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, થરાદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ડી. ડી. રાજપૂત, થરાદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ આંબાભાઈ સોલંકી, થરાદ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રધાનજી તેમજ ઠાકોર સેનાના યુવકો અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
ભાજપની સરકાર આવી એટલે મોટા મોટા બુટલેગરો ભાજપમાં જોડાઈ ગયા તેવા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આક્ષેપો કર્યા હતા. આ પ્રસંગે ઠાકોર સમાજના યુવા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ સન્માન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે ભાજપ પર પ્રહારો પણ કર્યા હતાં.
ઘોડાસર ગામમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના કોંગ્રેસ પાર્ટીના વિધાનસભામાં વિજયી ધારાસભ્યોનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર કહ્યું હતું કે, વ્યસન મુક્તિ માટે તમામ જગ્યાએ ઢોલ વગાડી મહિલાઓ ઠાકોરસેના અને કોંગ્રેસના આગેવાનો દારૂ બંધી માટે રેડ કરશે અને જરૂર પડે તો આંદોલન પણ કરવામાં આવશે. થરાદમાં ઠાકોર બોર્ડિંગનું મકાન નહીં બને ત્યાં સુધી અલ્પેશ ઠાકોર અને વાવના ધારાસભ્ય ગેની ઠાકોર સાફો પહેરશે નહીં કે ફૂલ હાર નહીં સ્વીકારે તેવું જાહેર સભામાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.
થરાદ: થરાદના ઘોડાસર ગામમાં કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યોના સન્માનના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે દારૂબંધી માટે અને થરાદમાં સમાજનું બોડીંગ બનાવવા પર ભાર મુક્યો હતો. ભાજપની સરકાર આવી એટલે મોટા મોટા બુટલેગરો ભાજપમાં જોડાઈ ગયા છે તેવા અલ્પેશ ઠાકોરે આક્ષેપો કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -