રાજપીપળા: ગે પ્રિન્સ માનવેન્દ્ર સિંહે પોતાની હવેલીમાં ખોલ્યું LGBTQ સેન્ટર
જણાવી દઈએ કે, 10 વર્ષ પહેલા પોતે સમલેગિંક હોવાનું કબૂલ કરનાર દેશના પ્રથમ રાજવી પરિવાર સાથે જોડાયેલા વ્યક્તિના રૂપમાં ખ્યાતિ મેળવી ચુકેલા માનવેન્દ્ર સિંહ ગોહિલે પોતાનું ટ્રસ્ટ શરૂ કર્યું છે, જેના થકી તેમણે એડ્સનો ફેલાવો રોકવા માટે પોતાને સમર્પિત કરી ચૂક્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજપીપળા: રાજપીપળાના‘ગે પ્રિન્સ’માનવેન્દ્ર સિંહ ગોહિલના શાહી પેલેસમાં હવે LGBTQ(લેસબિયન, ગે, બાયોસેક્શુઅલ, ટ્રાંસજેંડર, ક્વીર) કમ્યુનિટી માટે પ્રથમ રિસોર્સ સેન્ટટર ખોલવામાં આવશે. હનુમંતેશ્વર 1927 નામની આ જગ્યામાં આ કેન્દ્ર બનશે. આ મહેલમાં અનેક મોટી હસ્તીઓ આવી ચુકી છે. જેમાં હોલીવુડ અને બોલીવુડની પણ મોટી મોટી હસ્તીઓ સામેલ છે.
સમાચાર એજન્સી એએએફપીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં દેશભરમાં ફેલાયેલી પ્રાચીન મંદિરોમાં સ્થિત સમલેંગિક મૂર્તિયો તથા કામસૂત્રનો હવાલો આપતા માનવેન્દ્રએ જણાવ્યું કે, “લોકો કહે છે કે સમલેગિંકતા પશ્ચિમી સભ્યતા છે. પણ આ ખોટું છે. આ આપણા સમાજ માટે પાખંડ છે. જેઓ આ હકિકતને સ્વીકારતા નથી. બસ આનાથી હું પ્રેરિત થયો કે હું સામે આવું અને દુનિયાને ”જણાવી દઉં કે હું ગે છું અને મને તેના પર ગર્વ છે.
નોંધનીય છે કે ભારતે સમલેગિંક સંબંધોને વર્ષ 2009માં ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધા છે. પણ વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો કે વર્ષ 1861માં બનાવવામાં આવેલા કાયદાને બદલવાનું કામ સાંસદોનું છે. સંમલેંકિગ સેક્સ સંબંધોને અપરાધ માનવું માનવીના મૌલિક અધિકારોનું હનન છે. સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 377 એટલે કે સમલૈંગિકતાને ગેરકાયદે ગણનારા પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો છે.
રાજપીપળાના સિંહાસનના ઉત્તરાધિકારી તથા શાહી યોદ્ધા વંશના સભ્ય માનવેન્દ્ર સિંહ ગોહિલે પોતાની પ્રસિદ્ધિ અને મહત્તાનો ઉપયોગ એવા દેશમાં ગે સમુદાયને સુરક્ષિત સેક્સ તથા તેના અધિકારો વિશે શિક્ષિત કરવાનો જવાબારી ઉપાડી છે, જ્યાં સમલેગિંક કાયદાકીય રીતે ગુનો છે. જે લોકો તેમની સેક્સ્યુઆલિટીને લઇને જાહેરમાં ના બોલી શકતા હોય કે, સમાજ દ્વારા તિરસ્કારનો ભોગ બનતા હોય તેવા લોકોની મદદમાં તેઓ આવ્યાં છે.
માનવેન્દ્ર સિંહ ગોહિલની સંસ્થા લક્ષ્ય ફાઉન્ડેશન સમલેંગિક પુરષો તથા ટ્રાંસજેન્ડરો સાથે કામ કરે છે. અને સુરક્ષિત સેક્સનું પ્રચાર કરી રહી છે. 52 વર્ષિય પ્રિન્સનું માનવું છે કે, સમાજે LGBTમાટે હકારાત્મક વલણ અપનાવવું જોઇએ. એક પ્રિન્સ હોવા છતા હું ઘણી વખત ભેદભાવ અને તિરસ્કારની સમસ્યાનો ભોગ બન્યો છું તો સામાન્ય વ્યક્તિ પણ આવી સમસ્યાનો ભોગ બન્યો હોય તે સ્વાભાવિક છે. આપણો સમાજ કોઇપણ પ્રકારનાં ભેદભાવ વગર અન્ય વ્યક્તિની જાતીયતા સ્વિકારી શકતો નથી. તેથી જ LGBTની મદદ કરવા માટે મે મારું જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -