રાજ્યસભા ચૂંટણીઃ ભાજપ અને કોગ્રેસના બે ઉમેદવારોએ ભર્યું ફોર્મ
ગાંધીનગરઃ કોગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર નારણ રાઠવા ફોર્મ ભરી દીધું છે. અગાઉ ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે તેમના ફોર્મ ભરવામાં વિલંબ થઇ રહ્યો હતો. સૂત્રોના મતે નો ડ્યુ સર્ટિફિકેટ ન હોવાના કારણે રાઠવાની ફોર્મ ભરવામાં વિલંબ થયો હતો.
જોકે, એક જ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે નારણ રાઠવાના બદલે કોગ્રેસના નેતા રાજીવ શુક્લા ઉમેદવારી નોંધાવી શકે છે. જોકે, આ વાતને હજુ સુધી સતાવાર સમર્થન મળ્યું નથી. આ અગાઉ ભાજપ તરફથી રાજ્યસભાના ઉમેદવાર કેંદ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
બીજી તરફ કોગ્રેસના રાજ્યસભાના અન્ય ઉમેદવાર એમી યાજ્ઞિકે વિપક્ષ નેતાઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. એમી યાજ્ઞિકને રાજ્યસભાના ઉમેદવાર બનાવતા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન પટેલે રાજીનામુ આપી દીધું હતું.