આખરે ભરતસિંહ સોલંકીની કોંગ્રેસ પ્રમુખપદેથી વિદાય, ક્યા યુવા નેતાની આશ્ચર્યજનક રીતે પ્રમુખપદે કરાઈ પસંદગી ?
આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે અને ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. આણંદના સંસદસભ્ય રહી ચૂકેવા ઈશ્વરભાઈ ચાવડાના પૌત્ર અમિત ચાવડાની ગણના ગુજરાત કોંગ્રેસના યુવા નેતાઓમાં થાય છે. આમ એક રીતે પ્રદેશ પ્રમુખપદ ઘરમાં જ રહ્યું છે.
ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હોવાની વાત છેલ્લા કેટલાક જોરશોરથી ચાલી રહી છે અને આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે સોલંકીનો ખુલાસો માંગ્યો હોવાની ચર્ચા પણ ચાલી હતી. આ ચર્ચા વચ્ચે ભરતસિંહ સોલંકીએ પોતાનો વિદેશ પ્રવાસ રદ્દ કર્યો હતો.
અગાઉ સોલંકીએ એવી માહિતી આપી હતી કે, પોતે 15 દિવસ વિદેશ પ્રવાસે જવાનો નિર્ણય કર્યો છે પણ તેમણે પોતે છેલ્લી ઘજડીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, પોતે આ પ્રવાસ રદ કર્યો છે. એ પછી તેમને દિલ્હી બોલાવાયા હતા અને એ સમયે તેમનું રાજીનામું સ્વીકારીને અમિત ચાવડાને પ્રમુખપદે મૂકવા નિર્ણય લેવાયો હતો.
અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવે તેવી એક ઘટનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી આખરે ભરતસિંહ સોલંકીની વિદાય થઈ ગઈ છે. ભરતસિંહ સોલંકીના સ્થાને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ યુવા નેતા અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે નિમ્યા છે.