ધોરણ 8 સુધી ગુજરાતી વિષય કરાશે ફરજિયાત, માતૃભાષાનું જતન કરવા સરકારનો નિર્ણય
રાજ્યમાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરવામાં આવી છે. ગુજરાતી ભાષાનો લોપ થઈ રહ્યો હોવાની કાગારોળ અને વાલીઓનો પોતાના સંતાનોને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવાના ક્રેઝને પરિણામે, ગુજરાતી ભાષા પ્રત્યે ગુજરાતમાં જ ઓરમાયું વર્તન થતું હોવાની ફરિયાદ વચ્ચે સરકારે હવે ગુજરાતી ભાષાને ફરજિયાત કરી દીધી છે. આ અંગે ટૂંક સમયમાં જ ગૃહમાં જાહેરાત કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં આગામી સત્રથી તેનો અમલ પણ શરૂ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: અંગ્રેજી માધ્યમનો ક્રેજ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે ગુજરાતી ભાષાની જાળવણી માટે મહત્વો નિર્ણય કર્યો છે. જે મુજબ તમામ બોર્ડમાં ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાની રહેશે. રાજ્યમાં તમામ બોર્ડમાં ધોરણ એકથી આઠ સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવશે. માતૃભાષાનું જતન કરવા મુખ્યમંત્રીએ ગૃહમાં સરકારનો નિર્ણય જાહેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -