દલિત યુવાનની હત્યા ઘોડી રાખવાના કારણે નહીં પણ છેડતીના કારણે થઈ હોવાનો પોલીસ વડાનો દાવો, જાણો વિગત
પોલીસ હત્યાનો બનાવ ઘોડીને કારણે નહીં પણ છેડતીના કારણે છે તેમ જણાવે છે તો છેડતીની અરજી મળી તે સમયે પોલીસે કેમ પગલા ન લીધા? તે બાબત પણ તપાસ માંગે તેવી છે.
ટીંબીના પ્રદીપ રાઠોડ ખુન કેસમાં ગ્રામ્યજનોએ મરનાર યુવાન છોકરીઓની છેડતી કરતો હતો. તેવી પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી તેમ જણાવેલ છે. પોલીસને જો અગાઉ અરજી મળી હતી તો જે તે સમયે પોલીસે માત્ર અરજી ગણી ફાઈલ કરવાના બદલે યુવાન સામે પગલા લીધા હોત તો કદાચ ખુન જેવી ગંભીર ઘટના ન બની હોત.
ત્યારથી રંગીલા મિજાજનો હતો અને અભ્યાસ દરમિયાનન અને બાદમાં ખેતી કામ કરતો હતો પણ તે છોકરીઓની છેડતી કરવાનું ચુકતો ન હતો. તેમ ભાવનગર એસ.પી.પ્રવીણસીંહ માલે એક વાતચીતમાં જણાવ્યું હતું.
જ્યારે પ્રદીપે નર્સ સાથે પણ છેડતી કરી હોવાનું પણ સામે આવ્યું છે. મૃતક પ્રદીપ શાળામાં ઘોડી લઈ જઈને સ્ટંટ કરતો હતો. ત્રણ અરોપીઓની પૂછપરછમાં એવું ખુલ્યું છે કે મૃતક યુવાન શાળામાં ભણતો હતો.
ભાવનગર એસપીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે, હત્યાના આરોપમાં જે ત્રણ વ્યક્તિ ધરપકડ પકડાયા છે, તેમની ધરપકડ કરવામાં આવી નથી. માત્ર તેમની પૂછપરછ જ કરાઈ છે. સમગ્ર તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, મીડિયામાં અને દલિત સંગઠનમાં જે ઘોડીનો મામલો સામે આવ્યો છે, તે બિલકુલ સત્ય નથી. પોલીસ સામે આવ્યું કે, પ્રદીપની માનસિકતા અલગ પ્રકારની હતી, તેના આધાર પુરાવા પણ મળ્યા છે. પરંતુ ઘોડીના મામલે હત્યા થઈ નથી.
આ મામલે ભાવનગર જિલ્લામાં ભારે હોબાળો મચી ગયો હતો. સમગ્ર રાજ્યના કેટલાક દલિત સંગઠનોએ પણ તેનો વિરોધ કર્યો હતો, કારણ કે યુવકની હત્યાનું જે કારણ હતું તે ચોંકાવનારું હતું. પરંતુ જિલ્લા પોલીસ વડાએ તપાસ બાદ હત્યાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પોલીસે મરનાર યુવાન છોકરીઓની છેડતી કરતો હોવાનું જણાવ્યું હતું.
બે દિવસ પહેલા ભાવનગરના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે ઘોડી ખરીદીને તેના પર સવારી કરીને ફરતા રહેતા પ્રદીપ રાઠોડ નામના યુવાનની ક્ષત્રિય સમાજના લોકોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામા આવી છે. જે અંગે મૃતકના પિતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમા જણાવ્યા મુજબ 21 વર્ષીય યુવાન પ્રદીપ ઘોડી લઇને ગામમાં નોકળતો હતો. જે વાત ગામના ક્ષત્રિય સમાજના કેટલાક લોકોને ગમતી ન હતી અને તેની હત્યા થઇ છે.
ભાવનગર: ટિંબીમાં યુવકની હત્યાનો મામલામાં નવો વળાંક સામે આવ્યો છે. ઘોડી રાખવા બાબતે દલિત યુવકની હત્યાનો આરોપ લાગ્યો હતો. પરંતુ યુવકની હત્યા ઘોડી રાખવા બાબતે નહીં પણ ઘોડી લઈને શાળાએ જતી યુવતીઓની છેડતીને કારણે થઈ હતી. યુવકે યુવતીઓની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભાવનગર એસપીએ પત્રકાર પરિષદ યોજીને તમામ માહિતી આપી હતી.