'કોંગ્રેસના સ્થાનિક નેતાની ગંદી રમતનો ભોગ બનવાથી રાજીનામું આપું છું'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાછડિયાના રાજીનામા પછી અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ પદેથી દિલીપભઆઈ નાજભાઈ બસીયાએ પણ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામામાં લખ્યું છે કે, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ કાછડીયાને પાર્ટીના નેતા તરફથી મેલી રમતનો ભોગ બનાવીને ડીમોરલ કરતાં તેઓને ના છૂટકે રાજીનામું આપવા ફરજ પડાતા હું પણ મારું રાજીનામું આપું છું.
અમરેલીઃ સ્થાનિક નેતાઓ પર આક્ષેપ સાથે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દેતાં કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. અરવિંદ કાછડિયાએ ઇ-મેલ અને પત્ર દ્વારા અમરેલી તાલુકા કોંગ્રેસ પદેથી રાજીનામું આપી દીધું છે.
કાછડિયાએ રાજીનામું આપતાં લખ્યું છે કે, કોંગ્રેસના સ્થાનિક નેતાની ગંદી રમતનો ભોગ બનવાથી હું અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપું છું. જોકે, તેમણે વ્યક્તિગત રીતે કોઇના નામનો ઉલ્લેખ કર્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -