અમરેલી: પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત, પત્નીએ પણ પતિના વિયોગમાં પીધી ઝેરી દવા
મળતી માહિતી મુજબ અમરેલીના ચાંદગઢ ગામે ચાર દિવસ પહેલા ભરતભાઇ ખુમાણે લેણું વધી જતાં આત્મહત્યા કરી લીધી હતી.આ ખેડુતે ફરજા કુવાની લોન તેમજ પાક ધિરાણની લોન લીધી હતી.આ લોન ભરપાઇ કરી શકે તેમ ન હતા તેમજ પોતાના ખેતરમાં કપાસનું બે થી ત્રણ વખત વાવેતર કર્યું હતું આ પાક નિષફળ જશે તેવી પણ તેમને ભીતિ હતી.ભરતભાઇ ખુમાણે ઝેરી દવા પિતા પોતાની પત્નીને લાગી આવતા તેમને પણ ઝેરી દવા પીધી હતી.હાલ ભરતભાઇ ખુમાણના પત્ની દવાખાને સારવાર હેઠળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીઃ રાજ્યમાં વધુ એક ખેડૂતે આપઘાત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. અમરેલીના ચાંદગઢ ગામે ખેડૂત ઉપર લેણું વધી જતાં ચાર દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. ખેડૂતે આત્મહત્યા કરતા તેની પત્નીએ વિરહમાં ઝેરી પી લેતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાઇ છે. આત્મહત્યા કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ચાંદગઢ સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.
મૃતક ખેડૂતની 15 વિઘા જમીનમાં કપાસના છોડ હજુ પણ નાના નાના છે. અહીં તેમણે પીડિત પરિવારને આશ્વાસન આપી દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃતક ખેડૂત ખેતરની મુલાકાત વિપક્ષના નેતાએ કરી હતી. આ બાબતે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બની ગયો છે.પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા આ બાબતે સરકારે વિચારવું જરૂરી છે. પરેશ ધાનાણીની સાથે વિરજી ઠુંમર પણ મૃતક ખેડૂતના પરિવારને સાંત્વાના આપવા પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -