✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બે દિવસની સારવાર બાદ હાર્દિક ફરી પહોંચ્યો ઉપવાસ છાવણી, પોલીસે શું ધમકી આપી, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Sep 2018 02:58 PM (IST)
1

2

હાર્દિક પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક લાઇવ કરીને સમર્થકોને અપીલ કરી હતી કે, જે લોકો ઉપવાસ પર બેસ્યા છે જેઓ જલ્દીથી પારણાં કરી લે. આ ઉપરાંત હાર્દિકે કહ્યું હતું કે, તેનું ઉપવાસ આંદોલન ચાલુ છે અને રહેશે, તેને હજુ સુધી અન્નનો એકપણ દાણો મોમાં નાંખ્યો નથી. તેને કહ્યું હતું કે હૉસ્પીટલમાંથી બહાર આવ્યા બાદ પણ આંદોલન ચાલુ રહેશે.

3

હાર્દિક પટેલના આંદોલનને રાજ્ય અને દેશભરમાંથી જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે. આજે પાટણથી ઊંઝા ઉમાધામ સુધી હાર્દિકના સમર્થનમાં પાટીદાર સદભાવના યાત્રા પણ નીકળી છે.

4

5

6

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ સોળ દિવસથી સતત ઉપવાસ પર છે. પાટીદાર સમાજને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફીના મુદ્દાને લઇને હાર્દિકે સરકાર સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ચૌદમાં દિવસે તબિયત લથડતા હાર્દિકને સોલા હૉસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

7

અમદાવાદઃ પાસ કન્વિનર હાર્દિક પટેલને બે દિવસની સારવાર બાદ ફરીથી ગ્રીનવુડમાં લઇ જવામાં આવ્યો છે. સોલા હૉસ્પીટલ બાદ હાર્દિકને સારવાર માટે વૈષ્ણોદેવી પાસેથી SGVP હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિકને રજા મળ્યા બાદ તે પોતાના નિવાસ્થાન ગ્રીનવુડ રિસોર્ટમાં પરત ફર્યો છે.

8

હાર્દિકે પોલીસ દ્વારા તેને ધમકી આપવાનો પણ દાવો કર્યો હતો. હૉસ્પીટલમાંથી બહાર આવતી વખતે હાર્દિકે મીડિયાને કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા સતત ધમકીઓ મળતી રહે છે. પોલીસની ધમકીઓના પગલે હાર્દિક પટેલને સ્ટ્રેચરમાં લઇ જવાય રહ્યો છે, લગભગ ત્રણ કિલોમીટર સુધીનું અંતર છે.

  • હોમ
  • ગુજરાત
  • બે દિવસની સારવાર બાદ હાર્દિક ફરી પહોંચ્યો ઉપવાસ છાવણી, પોલીસે શું ધમકી આપી, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.