અમરેલીઃ વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી દવા પી કર્યો આપઘાત, જાણો વિગત
ધારીઃ અમરેલીના ચાંદગઢ ગામે થોડા દિવસો પહેલા ખેડૂત દંપતીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. આ ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ધારીના વાવડી ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે આપઘાત કરી લીધો છે. ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ અમરેલીના ચાંદગઢ ગામે ચાર દિવસ પહેલા ભરતભાઇ ખુમાણે લેણું વધી જતાં આત્મહત્યા કરી લીધી હતી.આ ખેડુતે ફરજા કુવાની લોન તેમજ પાક ધિરાણની લોન લીધી હતી.આ લોન ભરપાઇ કરી શકે તેમ ન હતા તેમજ પોતાના ખેતરમાં કપાસનું બે થી ત્રણ વખત વાવેતર કર્યું હતું આ પાક નિષફળ જશે તેવી પણ તેમને ભીતિ હતી.ભરતભાઇ ખુમાણે ઝેરી દવા પિતા પોતાની પત્નીને લાગી આવતા તેમને પણ ઝેરી દવા પીધી હતી. આ પરિવારને સાંત્વના આપવા વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ આવ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલીયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર ગમગીનીની લાગણી છવાઇ ગઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -