નલિયા બાદ કચ્છમાં વધુ એક સામૂહિક દુષ્કર્મનો પર્દાફાશ, જાણો શું છે સમગ્ર મામલો
પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી નાશી છૂટેલા ધનજી કોળી અને બિજલ કોળીની સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી આ બંને શખસનો કોઈ પતો લાગ્યો નથી. કચ્છમાં નલિયાકાંડ બાદ ફરી સામુહીક બળાત્કારની ઘટના બહાર આવતા લોકોમાં રોષની લાગણી જન્મી છે.
દરમિયાનમાં આ જ નરાધમોએ ફરી આ સગીરાનું આંગણવાડીમાંથી જ લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું અને તેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમોના વારંવાર બળાત્કારનો ભોગ બનેલી આ સગીરા ગર્ભવતી બનતા તેના ઘરના સભ્યોને આ અંગે જાણ થઈ હતી અને આખો મામલો છેવટે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. કિશોરીએ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે કચ્છના ભચાઉ તાલુકાના ભીમાસર ગામે આંગણવાડીમાં નોકરી કરતી ૧૫ વર્ષની સગીરાને બે મહિના અગાઉ ભચાઉના બે શખસો ધનજી કોળી અને બિજલ કોળી લલચાવી ફોસલાવી તેનું અપહરણ કરી ગયા હતા. આ વખતે કોઈ અગમ્ય કારણોસર પોલીસે ફરિયાદ ન લઈ વિવાદાસ્પદ ભુમિકા ભજવી હતી અને આરોપીને છાવર્યા હતા.
અમદાવાદઃ નલિયાકાંડ બાદ ફરી કચ્છમાં એક સામૂહિક દુષ્કર્મકાંડ સામે આવ્યુ છે. કચ્છના ભચાઉ નજીક એક સગીરા પર નરાધમોએ સામુહીક બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી દેવાની ઘટના સામે આવતા ભારે રોષની લાગણી જન્મી છે.