કચ્છમાં ભાજપની ચૂંટાયેલી મહિલા સભ્ય પર જ બળાત્કાર છતાં આરોપીની ધરપકડ નહીં
ભુજઃ હાલ નલિયા સેક્સ કાંડ ગાજી રહ્યો છે અને ભાજપ મહિલાને ન્યાય અપાવવાની વાતો કરી રહ્યો છે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે ભાજપ ખુદ પોતાની ચૂંટાયેલી મહિલા સભ્યને તેમના પર થયેલા બળાત્કારના કેસમાં ન્યાય અપાવવામાં રસ નથી બતાવતો. ઉલટાના ભાજપના નેતાઓ આ કેસને દબાવી દેવા દબાણ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમનો દાવો છે કે તેમણે ભાજપના તમામ મોવડીઓ પાસે મદદ ની માંગ કરી પણ મદદ કરવાને બદલે કાયદેસર થશે તેવી વાતો કરી સમગ્ર પ્રકરણનો છેદ ઉડાડવાનો પ્રયત્ન કર્યો છે. આ દુષ્કર્મની સત્ય વાત દબાવી દેવા માટે ભાજપના મોવડીઓ દ્વારા ફરિયાદ રફેદફે કરવા સમજાવટ સહિતની કોશિશ પણ કરવામાં આવી હતી.
ભાજપની જ ચૂંટાયેલી જે મહિલા પર બળાત્કાર ગુજારાયો તે અંગેમહિલાના પતિએ આક્રોશ ઠાલવતાં કહ્યું કે, હું પોતે ભાજપનો કાર્યકર છું તેથી જ બાડા સીટ માટે પક્ષે મારી પત્નીને ટિકિટ આપવાની વાત કરી ત્યારે મેં હા પાડી હતી. હવે મારી પત્ની પર દુષ્કર્મ થયું ત્યારે ભાજપના નેતાઓ મારી મદદ કરવા તૈયાર નથી.
આ કેસની વિગત એવી છે કે માંડવી તાલુકાના રત્નાપર ગામમાં 3/9/16ની રાત્રે ભાજપનાં મહિલા સભ્ય પર બળાત્કાર ગુજારાયો હતો. બાડા સીટ પર બિનહરીફ ચૂંટાયેલાં ભાજપના મહિલા નેતાની બાજુમાં રહેતા આરોપી ભૂપેન્દ્ર હંસરાજ પટેલે દીવાલ કૂદી એકલતાનો લાભ લઇ તેમને હવસનો શિકાર બનાવ્યાં હતાં.
બળાત્કાર અંગે ગઢશીશા પોલીસ સ્ટેશનમાં 28/9/16ના રોજ 31/16 હેઠળ ગુનો નોંધાતાં આરોપી નાસી ગયો હતો. આ આરોપીને છ મહિના બાદ પણ નથી પોલીસ પકડી શકી અને મહિલાના પોતાના પક્ષ ભાજપની સરકાર હોવા છતાં મહિલાને ન્યાય નથી મળ્યો. બળાત્કારનો આરોપી ખુલ્લેઆમ ફરતો હોવા છતાં તેને કશું થતું નથી.
બળાત્કારનો ભોગ બનેલી મહિલા આદિવાસી હોવાથી તેમણે આદિવાસી નેતાઓ સમક્ષ રજૂઆત કરી હતી. ભાજપના સાંસદ રામસિંહ રાઠવા અને ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવાએ આ મહિલાને ન્યાય મળે તે માટે સૂચના આપતાં પાવી જેતપુર પોલીસ સ્ટેશને જીરો નંબરથી ફરિયાદ નોંધવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -