✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંકલેશ્વર: યુવકની પરિણીતા સાથે થઈ ગયો પ્રેમ પણ પરિણીતા તૈયાર ન થતાં શું કર્યું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2018 03:13 PM (IST)
1

હત્યાના આ બનાવની જાણ અંકલેશ્વેર જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ અનડિટેક્ટ હત્યાની તપાસ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેંજ દ્વારા એલ.સી.બી પોલીસને સોંપવામાં આવી હતી. જેની ઝીણવટભરી તપાસ હાથ ધરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા.

2

મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્રવિણની લાશને કચરામાં સળગાવી દીધી હતી અને કોઈને શંકા ના જાય એ માટે તેની અંતિમવિધિમાં પણ ગયો હતો.

3

આ સાથે સંગીતાબેન પોતાના પતિ તેમજ બાળકોને લઈને પોતાની સાથે આવવા ના કહે છે અને તે પ્રેમ કરતી ન હોવાથી પ્રવિણનો કાંટો કાઢી નાખવા નક્કી કરી તેને ઝાડીઓમાં બોલાવી પથ્થર વડે પ્રવિણના માથામાં ઈજા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

4

આ ગુનામાં અલગ-અલગ ચોરીઓના ગુનામાં ભૂતકાળમાં પકડાયેલા શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચોરસીયાનું કાવતરું હોવાનું અને ખૂન કરવાનું કારણ શિવશંકર ઉર્ફે દયાશંકર મૃતકની પ્રવિણ સરવૈયાની પત્ની સંગીતાના એકતરફી પ્રેમમાં હોવાનું બહાર આવ્યું છે.

5

ભરૂચ: અંકલેશ્વર જીઆઈડીસીના મીરાંનગરમાં નવ મહિના પૂર્વે પ્રવિણ સરવૈયાની હત્યા કરી લાશ સળગાવી દેવાના ચકચારી બનાવમાં ભરૂચ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જેમાં આરોપી મૃતકની પત્નીના એક તરફી પ્રેમમાં હોવાથી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાની પોલીસ છેલ્લા કેટલાય સમયથી તપાસ કરી રહી હતી જેનો અંતે આવી ગયો છે.

6

આશરે નવ મહિના પૂર્વે તારીખ 18-04-2017ના રાત્રે અંકેલશ્વરના મીરાંનગરની ઝાડીઓમાંથી બોથડ હથિયાર વડે હત્યા કરી સળગાવી દીધેલી લાથ મળી આવી હતી. જેની પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં લાશ મીરાંનગરના પ્રવિણ સરવૈયાની હોવાની ઓળખ પત્ની સંગીતાએ કરી હતી.

7

એલ.સી.બી પોલીસ ઈસ્પેક્ટર સુનિલ તરડેએ આરોપીની શિવશંકર ઉર્ફે દયાશંકર જે અંકલેશ્વરના બાકરોલમાં રહેતો હતો અને મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે જેની અટકાયત કરી હત્યાનો ભેદ ઉકેલી કાઢી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથધરી છે.

  • હોમ
  • ગુજરાત
  • અંકલેશ્વર: યુવકની પરિણીતા સાથે થઈ ગયો પ્રેમ પણ પરિણીતા તૈયાર ન થતાં શું કર્યું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.