Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આશાબહેન પટેલના રાજીનામામાં રાહુલ ગાંધીનાં નેતૃત્વને નિષ્ફળ ગણાવ્યું, ભાજપના કયા નેતાના કર્યાં ભરપૂર વખાણ, જાણો વિગત
આશાબહેને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું બાદ આશાબહેન હવે ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે બીજી બાજુ પીએમ મોદીનાં વખાણ કરતાં લખ્યું છે કે, વડાપ્રધાનશ્રીએ 10 ટકા સવર્ણ અનામત આપીને તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન નાતિ-જાતિ અને ધર્મનાં નામે લોકોને લડાવવામાં રસપ્રદ છે. આવા સંજોગોમાં કોંગ્રેસમાં કામ કરવું ઘણું મુશ્કેલ બન્યું છે.
આશાબહેને પોતાનાં રાજીનામામાં લખ્યું છે કે, હું છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં કાર્ય કરું છું. છેલ્લા એક વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તાલમેલ સાધવા માટેનાં કોઈ પ્રયત્નો થતાં નથી. રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ નિવડ્યું છે. પાર્ટીમાં જૂથવાદ, આતંરિક વિગ્રહ ચરમસીમા પર છે. પ્રજાનાં પ્રશ્નોને પણ હલ નથી કરી શકતાં.
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા ઉંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે. આશાબહેને આજે ગુજરાત અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાંમાં તેમણે કોંગ્રેસ પર અનેક પ્રહાર કર્યાં છે જ્યારે મોદી સરકારનાં વખાણ કર્યા છે. જેના કારણે આશાબહેન પટેલ ભાજપમાં જોડાશે તેવી પણ ઘણી અટકળો ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -