પત્રના માધ્યમથી PM મોદીની જનતાને અપીલ: જાતિના નામ પર નહિં, વિકાસના નામ પર મત આપો
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પીએમ મોદી અને ભાજપ માટે પોતાની શાખનો સવાલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ જનતાને અપીલ કરતા કહ્યું કે ગુજરાતની આગામી ચુંટણીમાં એકવાર ફરી સેવા કરવાની તક આપો અને વિકાસયાત્રાને આગળ વધારવાની તક આપો. સાથે લખ્યું કે મારા માટે ગુજારાત મારી આત્મા અને ભારત પરમાત્મા સમાન છે.
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાની પાર્ટીનો પ્રચાર-પ્રસાર જોર શોરથી કરી રહ્યા છે. હવે પીએમ મોદીએ એક પત્રના માધ્યમથી ગુજરાતની જનતાને સંદેશ આપ્યો છે. આ પત્રને લોકોની વચ્ચે વહેંચવામાં આવી રહ્યો છે. પત્રમાં પીએમ મોદીએ પ્રજાને જાતિવાદના નામ પર નહીં પણ વિકાસના નામ પર મત આપવાની અપીલ કરી છે.
પીએમ મોદીએ આ પત્રમાં કહ્યું કે, યાદ કરો 22 વર્ષ પહેલા ગુજરાત કેવું હતું, આજે ગુજરાત અને વિકાસ બન્ને એકબીજાના પર્યાય બની ગયા છે તેથી આપણે જાતિવાદ નહીં, વિકાસવાદને વધારો આપીશું, કોમવાદને નહીં, વિકાસવાદથી ગુજરાતને મજબુત કરીશું, વંશવાદથી નહીં, વિકાસવાદથી ગુજરાતના સામાજિક ન્યાયને મજબુત બનાવીશું. પરિવારવાદને નહીં, વિકાસવાદથી દેશ અને રાજ્યને, ગરીબને મદદ કરીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -