અલ્પેશ ઠાકોરનો હુંકારઃ 2017માં CM અમારો હશે, દારૂ માટે સજ્જડ કાયદો લાવો
આગામી 6 નવેમ્બરે ગાંધીનગરમાં 15 લાખ લોકો ભેગા થઇ ઉપવાસ કરશે અને જો સરકાર કાયદો નહી બદલે તો વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. અલ્પેશ ઠાકોરે માગ કરી હતી કે અમારે દારૂનો અડો ચલાવે તેને 10 વર્ષની સજા 5 લાખનો દંડ તેમજ દારૂ પીવે તેને 2 વર્ષની જેલ 2 લાખ દંડ અને જે પોલીસ સ્ટેશનની હદમાં દારૂ પકડાય તેના પોલિસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો કડક કાયદો જોઇએ છે. અત્યારે ઘણા નેતાઓ રાત્રે દારૂપીને ઉંધા માથે સૂતા હોય છે અને તેઓ દારૂ નહિ પીવાની સલાહ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કયારેય રાજનીતિમાં નહિ આવે પણ ગુજરાતની અંદર રાજનીતિ બદલી નાંખશે. 2017માં ગાદી ઉપર બેસનારો મુખ્યમંત્રી આપણો હશે. આ પ્રસંગે ગુજરાત ઠાકોર સેનાના પ્રદેશમંત્રી ભરતજી ઠાકોર, મહિલા અગ્રણી પુષ્પાબેન ઠાકોર, જિલ્લા પ્રભાતસિંહ ઠાકોર, તાલુકા પ્રમુખ રાણાજી ઠાકોર, ડેલીગેટ ચુંડાજી ઠાકોર, સરપંચ શંખેશ્વર ધીરૂજી ઠાકોર સહિત તાલુકાના અગ્રણીઓ સહિત મોટીસંખ્યામાં ઠાકોર સમાજનાભાઇ બહેનો હાજર રહ્યા હતા આ પ્રસંગે શંખેશ્વર દલિત સમાજ અને ડો. નિલેષભાઇ પટેલ દ્વારા અલ્પેશભાઇ ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું.
બપોરે બે કલાકે શંખેશ્વર ખાતે યોજાયેલ તેજસ્વી તારલાઓના સન્માન બાદ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે હવે સમાજે નવી દિશા પકડી છે સમાજમાં શિક્ષણ આવ્યુ છે. સમાજના દિકરા દિકરીઓ આઇએએસ ઓફિસર બનશે. દારૂના વ્યસનીને ઘર પરિવાર પણ રાક્ષસ સમજે છે. રાંધેલા ધાન રખડે છે ત્યારે ઠાકોર સેનાના અભિયાને 3000 ગામડામાં વ્યસન મુક્તિ કરાવી છે જેની વિશ્વએ પણ નોંધ લીધી છે. કમનસીબી છે કે ભ્રષ્ટ્ર રાજકારીઓ પોલીસ અધિકારી અને બુટલેગરો સાથે મળી ગયા છે. તેમણે કહયું કે ભાભરના નાગજીભાઇ ઠાકોરના કસુર વારોને બુધવાર સુધીમાં પકડવામાં નહિ આવેતો ગુરૂવારે પાલનપુરથી ભાભર સુધી ન્યાયયાત્રા કાઢવામાં આવશે.
શંખેશ્વર: શનિવારે શંખેશ્વર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા તાલુકાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોલતા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ઠાકોર પોલીસ કર્મીઓના આપઘાત માટે જવાબદાર બુટલેગરો અને રાજકીય કસુરવારોને બુધવાર સુધીમાં પકડી લેવા મહેતલ આપી છે અને ચીમકી ઉચ્ચારી છે કે આમ નહીં થાય તો ગુરૂવારે પાલનપુરથી ભાભરની ન્યાયયાત્રા કાઢવામાં આવશે. ઉપરાંત અલ્પેશ ઠાકોરે સમાજમાં શિક્ષણ-વ્યશન મુક્તિનો નાદ આપ્યો હતો અને આવનારી 2017 ની ચુંટણીમાં મુખ્યમંત્રીની ગાદી મેળવવા ફરી એકવાર ગર્જના કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -