નોટબંધી: રજાને કારણે ATM ખાલી અને બેંકો બંધ, મહિનાના અંતમાં વધી લોકોની મુશ્કેલી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Nov 2016 09:14 AM (IST)
1
પરંતુ એટીએમ પણ બંધ હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. હવે મહિનાના અંત માં દૂધ, અખબાર કે અન્ય વસ્તુઓના પૈસા ચુકવા માટે નાણાં ની જરૂર પડે છે જ્યારે નોકરિયાત વર્ગનો પણ પગાર આવશે. પણ જ્યારે બેંક માં નાણાં નથી અને એટીએમ પણ બંધ છે ત્યારે લોકો ની મુશ્કેલીઓ વધશે.
2
રાજ્યના મોટાભાગના એટીએમના શટર બંધ છે, અને લોકો પાસે રોકડ ખુટી પડી છે. આજે રવિવારના રોજ બેન્કોમાં રજા છે.. જેથી લોકોની ભીડ એટીએમ તરફ જશે.
3
અમદાવાદ: સરકારની નોટબંધી ના નિર્ણયના 19 માં દિવસે પણ એટીએમ બંધ હાલતમાં છે. શનિ રવિની રજામાં બેંકો બંધ છે અને લોકો માત્ર એટીએમ પર આધારિત છે. એવામાં એટીએમમાં નાણાં ભરવા માટેની એજન્સીની મર્યાદા છે અને મોટાભાગના એટીએમમાં ટેક્નીકલ ફેરફાર થયા ન હોવાથી નવી 500 અને 2 હજારની નોટ સમાવી શકતા નથી. આ કારણથી એટીએમમાં રોકડ ઓછી સમાવી શકાય છે.