હવે ડેવલપમેન્ટ કરાર અને ભાગીદારી પેઢીનાં નામે સ્ટેમ્પ ડ્યૂટી ચોરી પર લાગશે બ્રેક, જાણો શું છે નવો કાયદો
રાજય સરકારે છ મહિના પહેલા ભારત સરકારના નોંધણી અધિનિયમ-૧૯૦૮ની કલમ ૧૭માં સુધારો કર્યો હતો અને રજિસ્ટ્રેશન (ગુજરાત સુધારા) અધિનિયમ-૨૦૧૬ વિધાનસભામાં મંજુર કર્યો હતો. રાજય સરકારે કલમ-૧૭માં સુધારો કરીને ડેવલપમેન્ટ કરાર અને ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત કરી દીધી છે જેમાં ડેવલપમેન્ટ કરારમાં ૩.૫૦ ટકાની સ્ટેમ્પ ડયુટી જયારે ભાગીદારી પેઢીની નોંધણીમાં ૪.૫૦ ટકાની સ્ટેમ્પ ડયુટી વસુલવાની નક્કી કરાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યાર સુધી બિલ્ડર-ડેવલપર દ્વારા ડેવલપમેન્ટ કરાર લેખોની નોંધણી કરાવવામાં આવતી ન હતી. જયારે નોંધણી કરાવવામાં આવતી હતી જેમાં માત્ર એક ટકો સ્ટેમ્પ ડયુટી ભરવામાં આવતી હતી. ભાગીદારી પેઢીના લેખની પણ નોંધણી થતી ન હતી અને નોટરાઇઝ લેખ કરીને કામ ચલાવવામાં આવતુ હતુ. હવે નવા સુધારા બાદ ડેવલપમેન્ટ કરારની નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે જેમાં ૩.૫૦ ટકા સ્ટેમ્પ ડયુટી અને ૧ ટકો રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે જયારે ભાગીદારી પેઢીનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું છે જેમાં ૪.૫૦ ટકા સ્ટેમ્પ ડયુટી અને ૧ ટકો રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે. આ સુધારાનો અમલ આજથી શરૂ કરી દેવાયો છે.
અમદાવાદ શહેરમાં ડેવલપમન્ટ કરાર કરવામાં આવતા હતા જેમાં નોંધણી અધિનિયમ હેઠળ નોંધવામાં આવતા ન હતા જેમાં રૂ.૫૦૦થી ૧૦ હજારના સ્ટેમ્પ પેપર ઉપર આ પ્રકારના લેખો કરવામાં આવતા હતા જયારે જુના કાયદાની જોગવાઇ પ્રમાણે નોંધણી કરાવવામાં આવે તો એક ટકો સ્ટેમ્પ ડયુટી ભરવામાં આવતી હતી જયારે બીજી તરફ ભાગીદારી પેઢીની તો નોંધણી થતી ન હતી મોટાભાગની ભાગીદારી પેઢીઓ તો રૂ.૫૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર થતા હતા.
અમદાવાદ: કાયદાની છટકબારીનો લાભ લઈને ડેવલપમેન્ટ કરાર અને ભાગીદારી પેઢીના નામે સ્ટેમ્પ ડયુટીની ચોરી ઉપર આજથી જ બ્રેક વાગી ગઇ છે. ગુજરાત સરકારના રજિસ્ટ્રેશન (ગુજરાત સુધારા) અધિનિયમ-૨૦૧૬ને ભારત સરકારે મંજુરી આપી દીધી છે જેથી આ કાયદાના અમલ માટે રાજય સરકારે આજે પરિપત્ર જારી કરી દીધો છે. રાજય સરકારે તમામ સબ રજિસ્ટ્રારોને પરિપત્ર કરીને રજિસ્ટ્રેશન (ગુજરાત સુધારા) અધિનિયમ-૨૦૧૬ની અમલવારીના આદેશ આપ્યા છે. હવે આ નવો સુધારો અમલી બનતાં સ્ટેમ્પ ડયુટીની ચોરી ઉપર બ્રેક વાગશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -